US: દિવાળી સેલિબ્રેશનના ટ્વિટમાં હિન્દુઓને જ ભૂલી ગયા ડોનાલ્ડ ટ્રમ્પ, ઈન્ટરનેટ પર ફજેતી બાદ સુધારી ભૂલ
વ્હાઇટ હાઉસમાં એક સપ્તાહ બાદ દિવાળીનું આયોજન કરવા બદલ ટ્રમ્પની ટિકા પણ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આશરે 20 લાખ લોકોની ઓળખ હિન્દુઓ તરીકે કરવામાં આવી છે. જે દિવાળીનો તહેવાર મનાવે છે અને આ દિવસે રજા રાખે છે.
ટ્વિટર યૂઝર્સે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિને આ અંગેનો અહેસાસ કરાવ્યો ત્યારે તેમણે જૂનું ટ્વિટ ડિલીટ કરીને નવું ટ્વિટ કર્યું. તેમાં પણ હિન્દુ શબ્દ સામેલ નહોતો પરંતુ દિવાળીને જૈન, બૌદ્ધ અને શીખોનો તહેવાર ગણાવ્યો હતો. જે બાદ અમેરિકન રાષ્ટ્રપતિએ ત્રીજું ટ્વિટ કર્યું. જેમાં દિવાળી હિન્દુઓનો તહેવાર હોવાનું લખ્યું.
ન્યૂયોર્કઃ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવી હતી. તેમણે કહ્યું કે, અંધકારમાંથી પ્રકાશ તરફ અને ખરાબ પર સારાની જીત માટે આ તહેવાર ઉજવવામાં આવે છે. ટ્રમ્પે સંબોધનની શરૂઆત કરીને તેને હિન્દુઓનો તહેવાર ગણાવ્યો. પરંતુ તે બાદ કરેલા ટ્વિટમાં હિન્દુઓને ભૂલી ગયા. જેના કારણે ઈન્ટરનેટ યૂઝર્સે તેમને આડેહાથ લીધા.