મૂળ ગુજરાતી યુવતી ડૉ. શાવના જશે અવકાશમાં, ઉના-દેલવાડાની શાવના વિશે જાણો
ભારતની વધુ એક મહિલા અંતરિક્ષની સફર કરી ઇતિહાસ રચવા જઇ રહી છે. કેનેડામાં જન્મેલા અને ગુજરાતી મૂળના શાવના પંડ્યા આ ઇતિહાસ રચશે. કેનેડાની આલ્બર્ટ યુનિવર્સિટી હોસ્પિટલમાં જનરલ ફિઝિશયન શાવના પંડ્યા સ્પેસમાં જશે. સિટીઝન સાયન્સ એસ્ટ્રોનોટ પ્રોગ્રામ અંતર્ગત સ્પેસમાં જવા માટે 3200 લોકોમાંથી બે લોકોની પસંદગી કરવામાં આવી છે. તે 2017ના સ્પેસ મિશનનો ભાગ હશે. 32 વર્ષના શાવના મુંબઇના છે. અને તેમના દાદી મુંબઈમાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2018ના સ્પેસપ્રોગ્રામમાં તેઓ બાયોમેડિકલ અને મેડિકલ સાયન્સ આધારિત પ્રયોગો કરશે. તેમના પ્રોજેક્ટનું નામ પોલર સબઓર્બિટલ સાયન્સ ઇન ધ અપર મેઝોસ્ફીઅર્સ છે. આ અંતર્ગત તેઓ ક્લાયમેટ ચેન્જ ઉપર પણ અભ્યાસ કરશે. તેમણે ફ્લોરિડામાં 100 દિવસની અન્ડર વોટર ટ્રેનિંગ પણ લીધી છે
કેનેડામાં રહેતાં ભારતીય મૂળનાં આ ન્યૂરોસર્જને નાસાએ નાગરિક વિમાન અંતરિક્ષયાત્રી (સીએસએ) કાર્યક્રમ અંતર્ગત પોતાના 2018ના સ્પેસ મિશન માટે શોર્ટલિસ્ટ કર્યા છે. ડૉકટર શાવના પંડ્યા કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ બાદ ત્રીજા ભારતીય મહિલા અંતરીક્ષયાત્રી બનશે.
કેનેડામાં જન્મેલાં શાવના આલ્બર્ટ યુનિવર્સિટી હોસ્પિટલમાં જનરલ ફિઝિશિયન છે. મુંબઇના મહાલક્ષ્મી વિસ્તારમાં તેમનાં દાદી રહે છે. સીએસએ કાર્યક્રમમાં સૌથી વધુ પોઇન્ટ્સ પ્રાપ્ત કર્યા બાદ શાવનાને આ યાદીમાં સ્થાન મળ્યું છે. તેઓ હવે 2018ના સ્પેસ મિશનનો હિસ્સો હશે. આ મિશનમાં કુલ આઠ લોકો હશે. શાવના મૂળ ગુજરાતી છે અને છારિયા ઉનેવાળ બ્રહ્મ સમાજના છે. તેમનો જન્મ કેનેડામાં થયો છે અને ઇન્ટરનેશનલ સ્પેસ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યું છે.
શાવના પંડ્યા સ્પેસમિશન માટે એસ્ટ્રોનોટ બનવાની તૈયારીમાં પણ લાગ્યા છે. કલ્પના ચાવલા અને સુનીતા વિલિય્મ્સ બાદ અવકાશયાત્રાએ જનારી ત્રીજી ભારતીય મહિલા બનશે. શાવના તાજેતરમાં જ પોતાના પરિવારના સભ્યોને મળવા મુંબઇ આવ્યા હતાં. તેમણે કહ્યું કે એસ્ટ્રોનોટ બનવું તેમનું બાળપણનું સપનું હતું. શાવના એક સર્જન ઉપરાંત ઓપેરા સિંગર, લેખિકા અને ઇન્ટરનેશનલ ટેક્વેન્ડો ચેમ્પિયન પણ છે. ઉપરાંત તેમણે નેવી સીલ્સની ટ્રેનિંગ પણ લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -