✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદીના મિત્ર શિન્ઝો આબે પત્નીના કારણે મુકાયા મુશ્કેલીમાં, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Mar 2018 08:30 PM (IST)
1

આ અહેવાલ સામે આવ્યા બાદ શિન્ઝો આબેએ મંત્રાલયના અધિકારીઓ વતી માફી માગી હતી, પણ આ કૌભાંડમાં તેની પત્નીનો હાથ છે કે નહીં તે અંગે કંઇ સ્પષ્ટતા કરી નહતી. તેમણે કહ્યું કે, 'વિકાસ તરફ લોકો આતુરતાથી જોઇ રહ્યા છે, અને હું તેને ગંભીરતાથી લઇ રહ્યો છું.' ઉપરાંત આ કૌભાંડ મામલે તપાસ કરાવવાનો વાયદો કર્યો હતો.

2

મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવેલી તપાસમાં જણાવવામાં આવ્યું કે સ્કૂલ પ્લાન બાબતે અકી આબે અને કેટલાક ધારાસભ્યો વચ્ચે સંપર્ક થયો હતો પણ તેમણે કાયદાનું ઉલ્લંઘ કર્યું કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. એક ડોકયુમેન્ટની નોંધ કરવામાં આવી હતી. જેમાં સ્કૂલ ઓપરેટર્સ એબેના પોલિટિકલ લોબી નિપોન કૈગી પણ જમીન સોદામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું, જો કે બાદમાં આ કોમેન્ટ ડિલિટ થઇ ગઇ હતી.

3

ટોકિયો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાપાનના પીએમ મિત્ર શિન્ઝો આબેની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે તેમ છે. એક કૌભાંડ સાથે શિન્ઝોની પત્ની અકિ આબેના છેડા અડતા હોવાથી તેની રાજકીય કારકિર્દિ પર ખતરો મંડરાયો છે. જાપાનના નાણામંત્રી સ્વીકાર્યું હતું કે વિસ્તરણ કૌભાંડમાં અકી આબેની પણ સંડોવણી હતી, જેનાથી સરકારને પણ નુકસાન થયું.

4

એક વર્ષ પહેલાં આ સ્કેન્ડલ સામે આવ્યું હતું, વિરોધપક્ષ દ્વારા બારીકાઇથી તપાસ કરવામાં આવી રહી હતી તેમ છતાં જુલાઇમાં યોજાયેલ ચૂંટણીમાં એબેએ ભવ્ય જીત મેળવી હતી. સ્થાનિક ન્યૂઝપેપરે કૌભાંડ છતું થયા બાદ મિનિસ્ટ્રી દ્વારા ડોકયુમેન્ટ્સ બદલી નખાયા હોવાની સાબિતી મળી હોવાનું છાપ્યા પછી આ મામલો વધુ ગરમાયો હતો.

  • હોમ
  • દુનિયા
  • મોદીના મિત્ર શિન્ઝો આબે પત્નીના કારણે મુકાયા મુશ્કેલીમાં, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.