એક મહિના બાદ બનવાની હતી દુલ્હન, પાર્ટી બાદ થયું એવું કે...
મીનાના 14 એપ્રિલે મેરેજ હતા. જેના માટે તે તૈયારી કરી રહી હતી. તેના લગ્ન ઇસ્તાંબુલના સિરાલી પેલેસમાં થવાના હતા. બાસરન ટ્રાબજોન્સપર ફૂટબોલ ક્લબના પૂર્વે ડેપ્યુટી ચેરમેન હતા. જે બાદ તેમણે ઉર્જાનું પ્રોડક્શન કરતી બોટ ખરી હતી. તેમનો ઇસ્તબુલમાં એક કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પણ છે, જેનું નામ મીના ટાવર્સ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્લેનમાં મીના ઉપરાંત તેના 7 મિત્રો અને 3 ક્રૂ મેમ્બર્સ પણ હતા. પહાડી વિસ્તારમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું અને આગ લાગી ગઈ. ઘટના સ્થળ પરથી 11 શબ મળ્યા છે. જેમની ઓળખ થઈ શકી નથી. ડીએનએ ટેસ્ટ દ્વારા તમામ મૃતકોની ઓળખ કરવામાં આવશે.
દુર્ઘટનાના થોડા કલાક પહેલા જ મીનાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર મીના 75,000થી વધારે ફોલોઅર્સ ધરાવે છે.
જે વિમાનમાં દુર્ઘટના થઈ તે મીનાના પિતાનું જ હતું.
દુબઈઃ તુર્કીના બિઝનેસ ટાયકૂન હુસૈન બસારનની 28 વર્ષીય દીકરી મીના સાથે બનેલી ઘટનાથી તમામ પરેશાન છે. મીના દુબઈમાં પાર્ટી કરીને તેના પિતાના પ્રાઇવેટ જેટથી પરત ફરતી હતી તે સમયે પ્લેન ક્રેશન થવાથી તેનું મોત થયું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -