એશિયાના આ દેશ પાસે છે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ, જાણો ભારતનું રેન્કિંગ
આ રેન્કિંગમાં સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશોને સ્થાન આપવામાં આવ્યા છે. આ લિસ્ટમાં વર્ષોથી યૂરોપિયન દેશોની વર્ચસ્વ જોવા મળતું હતું અને જર્મની છેલ્લા બે વર્ષથી ટૉપ પર હતું. ડૉનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી અમેરિકાની રેન્કિંગમાં ઘટાડો થયો છે. લિસ્ટમાં છેલ્લા ક્રમે અફઘાનિસ્તાન અને તેના પછી પાકિસ્તાન છે.
ગ્લોબલ ફાઈનાન્શિયલ એડવાઈઝરી કંપની ઓર્ટન કેપિટલ દ્વારા ‘ગ્લોબલ પાસપોર્ટ પાવર રેન્ક 2017’ રજૂ કરવામાં આવી. આ ઈન્ડેક્સમાં કહેવામાં આવ્યું કે, સિંગાપુરના પાસપોર્ટને 159 દેશોમાં વીઝા-ફ્રી એક્સેસ મળેલો છે. પેરાગ્વે દ્વારા સિંગાપુરના પાસપોર્ટધારકો માટેના નિયમોમાં ઢીલ આપવામાં આવતા સિંગાપુર પ્રથમ સ્થાને પહોંચ્યુ. આ ઈન્ડેક્સમાં જર્મની 158ના સ્કોર સાથે બીજા અને સ્વીડન 157ના સ્કોર સાથે ત્રીજા સ્થાને છે.
સિંગાપુરઃ સિંગાપુરના પાસપોર્ટને વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. પ્રથમ વખત કોઈ એશિયાના દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી પાસપોર્ટનું લેબલ મળ્યું છે. આ યાદીમાં વિતેલા વર્ષની તુલનામાં ત્રણ ક્રણ આગળ ઉછળીને ભારતનો ક્રમ 75માં સ્થાન પર રહ્યો છે. ભારતના લોકો 51 દેશમાં વીઝા ફ્રી યાત્રા કરી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ પાસે સિંગાપુરનો પાસપોર્ટ હોય તો તે વિશ્વના 159 દેશમાં વીઝા ફ્રી પ્રવાસ કરી શકે છે.