PICS: સિંગાપુરમાં દિવાળી થિમ પર શરૂ કરાઈ આ ટ્રેન, અંદરથી લાગે છે આવી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Oct 2016 11:52 AM (IST)
1
2
સિંગાપુરના લેંડ ટ્રાંસપોર્ટ ઓથોરિટીના અધિકારીઓનું કહેવું છે કે, ‘આ વર્ષે આ રીતે અમે પ્રકાશના પર્વને નવી રીતે ઉજવી રહ્યા છીએ. દિપાવલીની થિમ પર અમે પહેલી વાર લૉંચ કરી છે.
3
આ ટ્રેનમાં ભારતીય જ્વેલરી, કમળ અને મોરની ડિઝાઈનથી સજાવવામાં આવી છે. આ ટ્રેન નોર્થઈસ્ટ લાઈન પર નવેમ્બરના બીજા અઠવાડિયા સુધી ચાલશે. લિટલ ઈંડિયા વિસ્તાર કે જ્યાં સૌથી વધુ ભારતીયો રહે છે ત્યાં નોર્થઈસ્ટર્ન લાઈન અને ડાઉન ટાઉન લાઈન એમ બે મેટ્રો સ્ટેશન છે.
4
સિંગાપુરના માસ રેપિડ ટ્રાંસિટે 15 ઓક્ટોબરના રોજ દિવાળી થિમ પર એક ટ્રેન શરૂ કરી છે. જેની તસવીરો લેંડ ટ્રાંસપોર્ટ ઓથોરિટીના ફેસબુક પેજ પર શેર કર્યા છે. જેમાં આ ટ્રેનમાં દરેક ડબ્બામાં રંગોળી અને દીવાની ડિઝાઈન લગાવીને સજાવવામાં આવ્યા છે.
5