ઉત્તર કોરીયાએ આ એક્ટ્રેસનું અપહરણ કરી 8 વર્ષ કેદ રાખી હતી, 17 ફિલ્મોમાં કામ કરાવેલું, જાણો વિગત
1950થી 1970 વચ્ચે દક્ષિણ કોરિયાઈ સિનેમાની રાણી કહેવાતી ચોઈએ 100થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમાંથી મોટાભાગની ફિલ્મોનું નિર્માણ શિન સૈંગ ઓકે કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોલઃ 1978માં ઉત્તર કોરીયાના નેતા કિમ જોંગ ઈલેના કહેવા પર અપહરણ કરવામાં આવેલી અભિનેત્રી ચોઈ હ્યુન હીનું 92 વર્ષની વયે નિધન થયું છે. ચોઈના પરિવારજનો દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. દક્ષિણ કોરીયાની જાણીતી અભિનેત્રી ચોઈનું ઉત્તર કોરીયાના જાસૂસો દ્વારા 1978માં અપહરણ કરવામાં આવ્યા હતું. આ અપહરણ ચોઈના દીવાના અને ઉત્તર કોરીયાની સુકાન હાથમાં લેવા થનગની રહેલા કિમ જોંગ ઇલના કહેવા પર કરવામાં આવ્યું હતું. કિમ જોંગ ઇલ ઉત્તર કોરીયના તાનાશાહ કિમ જોંગ ઉનના પિતા હતા.
આઠ વર્ષ દરમિયાન ચોઈ અને તેના પતિએ ફિલ્મ નિર્માણ સંદર્ભે તથા ફિલ્મ મહોત્સવોમાં સામેલ થવા માટે અનેક દેશોની યાત્રા કરી. પરંતુ આ યાત્રા હંમેશા ઉત્તર કોરીયના એજન્ટોની દેખરેખમાં થઈ હતી. વર્ષ 1985માં મોસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ચોઈને સાલ્ટ ફિલ્મમાં તેની ભૂમિકા માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો.
વર્ષ 2011માં એક ઇન્ટરવ્યૂમાં ચોઈએ કહ્યું હતું કે, એક કલાકાર તરીકે મને અને મારા પતિને કિમે પૂરું સન્માન આપ્યું અને સમર્થન કર્યું. પરંતુ જે રીતે તેમણે અપહરણ કર્યું હતું તે માટે કિમને ક્યારેય માફ નહં કરે.
આશરે એક દાયકાથી વધારે સમય અમેરિકામાં રહ્યા બાદ બંને 1999માં દક્ષિણ કોરિયા પરત ફર્યા. શિન સૈંગ ઓકનું 2006માં મોત થયું ત્યા સુધી બંનેએ વૈવાહિક જીવન માણ્યું. તેમના જીવન પર અનેક પુસ્તકો લખાયા અને ફિલ્મ પણ બની.
અપહરણ પહેલા 1976માં ચોઈ અને તેના પતિ શિન સૈંગ ઓક વચ્ચે છૂટાછેડા થઈ ચુક્યા હતા. પરંતુ હંગરીના પ્રવાસ દરમિયાન કિમ જોંગ ઇલના કહેવાથી બંનેએ પુનઃલગ્ન કર્યા હતા. આઠ વર્ષ સુધી કિમ જોંગ ઈલની દેખરેખમાં રહ્યા બાદ ચોઈ અને તેનો પતિ 1986માં જ્યારે બર્લિનાલે ફિલ્મ મહોત્સવમાં હિસ્સો લેવા ગયા ત્યારે તેઓ ભાગીને વિયના સ્થિત અમેરિકન દૂતાવાસમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે સુરક્ષાનું કારણ દર્શાવી અમેરિકાનું શરણ માંગ્યું.
તેમને ચોઈના અપહરણ બાદ તાત્કાલિક ઉત્તર કોરિયા લઈ જવામાં આવ્યા. જોકે શિન સૈંગનું અપહરણ કેમ કરવામાં આવ્યું હતું તે અંગે કોઈ સ્પષ્ટતા આજદિન સુધી થઈ શકી નથી. ચોઈને કુલ 8 વર્ષ સુધી ઉત્તર કોરિયામાં રાખવામાં આવી. જ્યાં આ બંનેએ કિમ જોંગ ઇલના આદેશ પર 17 જેટલી ફિલ્મોમાં કામ કર્યું.
ચોઈ તેની આર્ટ સ્કૂલ માટે સંભવિત રોકાણકારને મળવા જ્યારે હોંગકોંગ ગઈ હતી ત્યારે તેના ગાઈડે બોટમાં બેસાડી વિશ્વાસમાં લીધા બાદ ઉત્તર કોરિયા જઈ રહેલા માલવાહક જહાજમાં બેસાડી દીધી હતી. ચોઈના પતિ શિન સૈંગ ઓફ દક્ષિણ કોરિયાના જાણીતા ફિલ્મ નિર્દેશક હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -