ટ્રમ્પ સહિત લાખો લોકોએ જોયું સૂર્ય ગ્રહણ, જુઓ PHOTOS
પૂર્ણ ગ્રહણ ઓરેગાંવમાં આંતરરાષ્ટ્રીય સમયાનુસાર સાંજે પાંચ કલાકને 16 મિનિટે શરૂ થયું અને અંદાજે 90 મિનિટ બાદ આંતરરાષ્ટ્રીય સમયાનુસાર છ કલાકને 48 મિનિટે સાઉથ કેરોલિનાના ચાર્લ્સટન ઉપર ખત્મ થયું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆંતરરાષ્ટ્રીય સમયાનુસાર સાંજે ચાર કલાકને પાંચ મિનેટે ઓરેગાંના લિંકન બીચમાં ગ્રહણમાં રસ ધરાવનારા લોકોએ પ્રથમ વખત ગ્રહણનો આંશિક ભાગ જોયો. ઓરેગાંના મડ્રાસ નગરમાં એક લાખથી વધારે લોકો ભેગા થયા હતા.
સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીથી સૂર્ય ગ્રહણનો નજારો.
પૂર્ણ સૂર્ય ગ્રહણ અમેરિકાના 14 રાજ્યોના અનેક શહેરમાં જોવા મળ્યું. જ્યાં ખગોળશાસ્ત્રી અને ગ્રહણમાં રસ ધરાવનારા લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
ગ્રહણ દરમિયાન કંઈક આ રીતે ચંદ્રમાએ સૂર્યની સામેથી પસાર થવાનું શરૂ કર્યું.
આ દરમિયાન સૂર્ય પણ એક પીળા ચંદ્રામાં જેવો જોઈ શકાતો હતો.
વોશિંગ્ટનના ઉત્તરી કેસકેડ રાષ્ટ્રીય પાર્કના રોસ તળા અને ગ્રહણનો નજારો...આ દરમિયાન ચંદ્રમાં, સૂર્યની ઉપરથી પસાર થઈ રહ્યો હતો.
આ એક દુર્લભ સૂર્ય ગર્હણ હતું જે એક સદીમાં પ્રથમ વખત સમગ્ર ઉત્તર અમેરિકામાં જોવા મળ્યું.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પ્રેટેક્ટિવ ચશ્મા પહેલીને વોશિંગ્ટનના વ્હાઈટ હાઉસમાંથી સૂર્ય ગ્રહણનો નજારો જોયો.
તસવીરોમાં જોઈ શકો છો કે ચંદ્રએ સૂર્યને સંપૂર્ણ રીતે ઘેરી લીધો છે.
વર્ષનુ સૌથી મોટુ સૂર્ય ગ્રહણ 21 ઓગસ્ટના સોમવારે જોવા મળ્યું હતું. અમેરિકામાં 99 વર્ષ પછી આટલુ લાંબુ સૂર્ય ગ્રહણ જોવા મળ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -