નિકોલે રિશ્તોવિચ બન્યા ભારતમાં નવા રશિયાના રાજદૂત
તેના પહેલા રિશ્તોવિચ વર્ષ 2014-2015માં માઈક્રોનેશિયા અને માર્શલ દ્વીપ સમૂહમાં રશિયન રાજદૂતના રૂપમાં સેવાઓ આપી ચુક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરશિયા દુતાવાસ તરફથી જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કાર્યકારી આદેશ જારી કરીને કુદાશેવ નિકોલે રિશ્તેવિચને ભારતમાં નવા રશિયન રાજદુતની નિમણુંક કરી છે.
ભારતમાં રશિયાના રાજદુત એલેક્ઝેંડર કદાકિનની મોત બાદ સાત મહિના પછી રિશ્તોવિચની નિયુક્તિ સામે આવી છે. રુસના કેરિયર ડિપ્લોમેટ રહેલા કદાકિન ભારતના ખાસ મિત્રો માનવામાં આવતા હતા. તે થોડી ઘણી હિંદી પણ બોલી લેતા હતા. 26 જાન્યુઆરી 2017ના રોજ એક હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતુ.
મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કુદાશેવ નિકોલે રિશ્તોવિચને ભારતમાં નવા રાજદૂત નિયુક્ત કર્યા છે. રશિયા વિદેશ મંત્રાલય સચિવાલયના ડેપ્યૂટી ડાયરેક્ટર જનરલ રિશ્તોવિચ દક્ષિણ પૂર્વ એશિયાના વિશેષ જાણકાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -