રસ્તા પર પતિથી આગળ ચાલતી પત્નીને આપી દીધો તલાક
સાઉદી અરબમાં આ પ્રકારે બીજો એક બનાવ એવો પણ છે, જેમાં એક વ્યક્તિએ તેની પત્નીએ હનીમૂન દરમિયાન પગમાં પાયલ પહેર્યા ન હોવાથી તલાક આપી દીધો હતો. સાઉદી અરબમાં આવા બનાવ બનતા જાય છે. ભારમાં પણ ત્રણ તલાકનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક સુનાવણી આપી ટ્રિપલ તલાકની પરંપરા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુબઈ : સાઉદી અરબમાં તલાકનો એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. અહીં એક વ્યિક્તિએ તેમની પત્નીએ માત્ર એટલા માટે તલાક આપી દીધો કે, તેની પત્નીને વારંવાર મનાઈ કરવા છતા પણ રસ્તા પર તેના પતિથી આગળ ચાલી રહી હતી. એક સમાચારપત્ર ‘ગોલ્ફ ન્યૂઝ’ અનુસાર આ વ્યક્તિએ તેની પત્નીને વારંવાર ચેતવણી આપી હતી કે, તેની પત્ની આગળ આગળ ના ચાલે, પરંતુ તે આગળ ચાલતી રહી ત્યારબાદ તેના પતિએ તેને તલાક આપી દીધો. આ વ્યક્તિની ઓળખ સાર્વજાનિક કરવામાં નથી આવી.
ત્યારબાદ બીજા એક વિચિત્ર કિસ્સામાં એક વ્યક્તિએ પત્નીને એટલા માટે તલાક આપી દીધો કે, જમતી વખતે તેની પત્નીએ ઘેટાના માથાનો ભાગ પીરસ્યો ન હતો. જો કે તે વ્યક્તિએ તેના મિત્રોને દાવત આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -