'મોદી જેકેટ'ના દિવાના બન્યા સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ, ઓફિસમાં પણ પહેરે છે મોદી સ્ટાઇલ જેકેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અંદાજ હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે. પીએમ મોદીની પ્રસિદ્ધી દેશ વિદેશમાં છે. તેઓના ‘મોદી જેકેટ, કૃર્તા પણ ખૂબજ આકર્ષક હોય છે. એવામાં હવે સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇનને આ મોદી જેકેટ પસંદ આવી ગયા છે. એટલુંજ નહીં તેઓ ઓફિસે પણ મોદી જેકેટ પહેરીને જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિએ ટ્વિટ કરી કહ્યું કે થોડા દિવસ પહેલાજ ભારત યાત્રા દરમિયાન તેઓએ પીએમ મોદીને કહ્યું હતું કે, તે આ જેકેટમાં શાનદાર લાગે છે. અને તેઓએ આ જેકેટ ખાસ મારા માટે મોકલાવ્યા છે.
માત્ર એટલુંજ નહીં પણ દક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિએ આ પ્રકારના ઘણા જેકેટ પોતાના માટે બનાવ્યા છે અને તે તમામ જેકેટ પર મોદી જેકેટ લખાવ્યું છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ આ વખતે ભારતમાં દિવાળી ઉજવશે. તેઓ તેમની પત્ની સાથે ટૂંક સમયમાં ભારત આવશે.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન-જે-ઈને પોતે ટ્વિટર પર આ અંગે જાણકારી આપી છે. બુધવારે મૂને ટ્વિટ કરી કહ્યું કે વડાપ્રધાન મોદીએ તેઓને કેટલાક જેકેટ ભેટમાં આપ્યા છે. જે ભારતીય પરંપરાના આધુનિક જેકેટ છે. જે ‘મોદી જેકેટ’ના નામથી જાણીતા છે. હવે તે સરળતાથી કોરિયામાં પણ મળી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -