ગુગલના CEO પણ શ્રીદેવીના ચાહક નિકળ્યા, જાણો કઈ રીતે કરી યાદ ?
દુનિયાની સૌથી મોટી ટેક કંપની ગૂગલના CEO સુંદર પિચાઈ પણ ભારતની પહેલી મહિલા સુપર સ્ટારને યાદ કરતાં ખાસ રીતે શ્રદ્ધાંજલિ આપી છે. શ્રીદેવીના લાખો ચાહકોમાં એક નામ ગૂગલના CEO સુંદર પિચાઈનું પણ છે. સુંદરે પણ શ્રીદેવીના નિધન સોશ્યલ મીડિયા પર શોક પ્રકટ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App28 ફેબ્રુઆરીને શ્રીદેવીની અંત્યેષ્ટી પછી બોની કપૂરે અત્યંત ભાવુક પત્ર લખ્યો હતો, જેને તેઓએ ટ્વિટ કરી શ્રીદેવીના એકાઉન્ટ પરથી શેર કર્યો હતો. આ પત્રના જવાબમાં જ સુંદરે પોતાની શબ્દાંજલિ આપી છે.
28 ફેબ્રુઆરીએ શ્રીદેવીના ટ્વિટર હેન્ડલ પરથી તેમના પતિ બોની કપૂર ટ્વિટરમાં ઘણાં જ માર્મિક સંદેશ લખ્યો હતો. ટ્વિટર પર શેર કરવામાં આવેલાં પત્રોમાં બોનીએ લખ્યું હતું કે, એક દોસ્ત, પત્ની અને બે યુવાન દીકરીની માને ગુમાવવાનું દર્દ શબ્દોમાં ન વર્ણવી શકું. હું મારા મિત્રો, પરિવાર, સહયોગી, શુભચિંતક અને અગણિત પ્રશંસકોનો આભાર માનુ છું. જેઓ દુ:ખના સમયે તેઓ મારી સાથે ઊભાં રહ્યાં. હું ભાગ્યશાળી છું કે મને અર્જુન અને અંશુલનો સપોર્ટ અને પ્રેમ મળ્યો. તેઓ સ્તંભની જેમ તાકત બનીને જાહ્નવી અને ખુશીની સાથે રહ્યાં. અમે એક પરિવારની જેમ અસહાનીય ઘટનાને ઝેલવાનો પ્રયાસ કર્યો છે.
બોની કપૂરના ટ્વિટનો જવાબ આપતાં ગૂગલના CEOએ લખ્યું કે, સદમામાં શ્રીદેવીની એકટિંગ મને ઘણી જ પસંદ આવી હતી. મારા પરિવારની સાથે શ્રીદેવીને જોવાની ખાસ યાદો હતી. આપણામાંથી અનેક લોકો માટે તે પ્રેરણા હતી. તમારા પરિવારની આ ક્ષતિ માટે મને પણ ઘણું જ દુ:ખ છે. તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરૂ છું.
નવી દિલ્હીઃ ઇન્ડિયન બૉલીવુડની દિગ્ગજ એક્ટ્રેસ શ્રીદેવીના નિધનને એક અઠવાડિયું થઇ ચૂક્યું છે, તેના મોતથી કરોડો ચાહકો અને પ્રસંશકો આઘાતામાં છે. દેશભરમાંથી ઠેરઠેર સેલેબ્સ, સ્ટાર્સ અને ચાહકો પોતાની રીતે શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યાં છે. હવે શ્રીદેવી શ્રદ્ધાંજલિ અર્પિત કરવાના લિસ્ટમાં ગૂગલના સીઇઓનું નામ પણ લિસ્ટ થયું છે, સુંદર પિચાઇએ પણ શ્રીદેવીને શ્રધ્ધાંજલિ અર્પિત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -