આખી રાત 32 કિમી ચાલીને પહેલી નોકરીમાં ઓફિસ પહોંચ્યો છોકરો, તો બૉસે ગિફ્ટમા આપી દીધી પોતાની કાર, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે, કામ પ્રત્યે તેની લગન જોઇને લૉજીસ્ટીક કંપની બેલહૉપ્સ ફર્મના ચીફ એક્ઝીક્યૂટિવ લ્યૂક માર્કલિને તેને પોતાની કાર ગિફ્ટમાં આપી દીધી હતી. વૉલ્ટર અલબાસાના હૉમવુડ વિસ્તારમાં રહે છે. આખી રાત ચાલ્યા બાદ તે વહેલી સવારે ચાર વાગે પેલ્હામ વિસ્તારમાં પહોંચ્યો તો પોલીસે તેને નાસ્તો કરાવ્યો અને બતાવેલા એડ્રેસ પર પહોંચાડ્યો હતો.
જ્યારે વૉલ્ટર સવારે ઓફિસ પહોંચ્યો તો ત્યાં કામ કરનારા જેની લેમી અને તેના પતિએ તેને આરામ કરવાનું પણ કહ્યું, પણ તે સીધો કામમાં લાગી ગયો. જેની તેની લગનથી ખુબ પ્રભાવિત થયો. તેને ફેસબુક પર જ 'ગોડફંડમી' પેજ બનાવ્યું. એ પેજ દ્વારા અત્યાર સુધી 8 હજાર ડૉલર ડૉલર (લગભગ સાડા પાંચ લાખ રૂપિયા) એકઠા થઇ ચૂક્યા છે.
ન્યૂયોર્કઃ અમેરિકામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પહેલી નોકરીમાં પહેલા જ દિવસો એક છોકરાને બૉસે પોતાની ગાડી ગિફ્ટ આપી દીધી. વૉલ્ટર નામનો આ 20 વર્ષીય છોકરો અમેરિકાના અલબામાં રહે છે.
વૉલ્ટરને પહેલી નોકરી જોઇન કરવાની હતી અને તે ન હોત ઇચ્છતો કે પહેલા જ દિવસે તે ઓફિસમાં લેટ પહોંચે, પણ તેની કાર બગડી ગઇ હતી. વૉલ્ટરને રાત્રે જ ચાલીને સવારે નોકરી માટે નિકળવાનુ નક્કી કર્યું. જ્યારે વૉલ્ટર ચાલીને ઓફિસ આવી રહ્યો હતો ત્યારે તેને રસ્તાં કોઇ કાર કે વ્હિકલ ના મળ્યું અને જોતજોતામાં તે 32 કિલોમીટરનું અંતર પગપાળા કાપી નાંખ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -