લંડનમાં એલીનૉર સાયક્લૉનનો આતંક, 40 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા, 150 લોકો ઇજાગ્રસ્ત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્રિટનના હવામાને વિભાગે એલીનૉરને લઇને યલો વોર્નિંગ જાહેર કરી છે. લંડનનું ટેમ્સ બેરિયર બંધ કરી દેવાયું છે. આ ફોટો સાઉથ વેલ્સમાં ડરહમ કાઉન્ટીના હાર્બરની છે જ્યાં મોજાં દીવાદાંડીથી પણ ઊંચા ઊછળ્યાં હતાં.
નોંધનીય છે કે, અમેરિકામાં તીવ્ર ઠંડી વચ્ચે ભીષણ હિમવર્ષા થઈ રહી છે. સૌથી વધુ હિમવર્ષા ઉત્તરીય કિનારે આવેલા જ્યોર્જિયા, નોર્થ કેરોલિનામાં થઇ રહી છે. તેને બોમ્બ સાઈક્લોન ગણાવાયું છે. આ સાઈક્લોન ન્યૂ ઈંગ્લેન્ડ તરફ આગળ વધી રહ્યું છે. ત્યાં 24 કલાકમાં 8 ઈંચ હિમવર્ષા થઇ છે. પેન્સિલ્વેનિયામાં હિમવર્ષાનો રેકોર્ડ તૂટી ગયો હતો.
એલીનૉર તોફાનને કારણે શહેરોમાં લગભગ હજારો થાંભલા પડી ગયા હતા, સેંકડો વૃક્ષો ધરાશાઈ થયા અને એક લાખથી વધુ ઘરોમાં વીજળી પમ ગુલ થઈ હતી. ત્રણ શહેરોમાં પૂરના વાહનવ્યવહાર ઠપ થયો હતો.
લંડનઃ બ્રિટનમાં આવેલા એક ભયંકર સાયક્લૉને ભારે તબાહી મચાવી દીધી છે. સમુદ્રમાં આવેલા એલીનૉર નામના સાયક્લૉન અનેક શહેરોમાં પુરનો આતંક મચાવ્યો છે. માહિતી પ્રમાણે સાયક્લૉન એટલી તીવ્રતાવાળું હતું કે સમુદ્રમાંથી 160 કીમી ઝડપે 40 ફૂટ ઉંચા મોજા ઉછળવા લાગ્યા હતા, જેના કારણે 4300 એક્સીડેન્ટ થયા જેમાં 150થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -