ભારતે ઈઝરાયલ સાથે 50 કરોડ ડોલરની ડિફેન્સ ડીલ કરી રદ્દ
નવી દિલ્લી: ભારતે ઇઝરાયલની સાથે 50 કરોડ ડોલરની ડિફેન્સ ડીલ રદ્દ કરી દીધી છે. ઇઝરાયલની એક મુખ્ય રક્ષા કંપનીએ આ વાતની પુષ્ટી કરી છે. આ રક્ષા ડીલ હેઠળ એન્ટી-ટેંક ગાઇડેડ મિસાઇલ સ્પાઇક નિર્માણ કરવાની હતી. આ ડીલ એ સમયે કેન્સલ થઇ છે જ્યારે ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ પોતાની પ્રથમ ભારત મુલાકાતે 14 જાન્યુઆરીએ આવવાના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂઝ એજન્સી અનુસાર, રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ લિમિટેડના પ્રવક્તા ઈશાઇ ડેવિડે જણાવ્યું કે, રાફેલને હવે ભારતના રક્ષા મંત્રાલય દ્વારા અધિકારીક સૂચના પ્રાપ્ત થઈ ગઈ છે. તેમાં સ્પાઈક ડીલ રદ્દ કરવાની સૂચના આપી છે.
રાફેલે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ડિલ રદ્દ થવા પર રાફેલ અફસોસ વ્યક્ત કરે છે અને તે ભારતના રક્ષા મંત્રાલય સાથે સહયોગ કરવા પ્રતિબદ્ધ રહેશે. જો કે કંપનીએ આ ડીલ રદ્ધ થવાનું કોઈ કારણનો ઉલ્લેખ કર્યો નથી.
ઉલ્લેખનિય છે કે, ઇઝરાયલની સ્પાઇક એન્ટી-ટેંક મિસાઇલનો ઉપયોગ વિશ્વના 26 દેશો કરે છે. ભારતે એક લાંબી પ્રક્રિયા બાદ તમામ રક્ષા ખરીદ નિયમોનું પાલન કરીને મિસાઇલની ખરીદીની ડીલ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -