પાકિસ્તાની બાળકી માટે વિદેશમંત્રી સુષમા બન્યા ઉદાર, ભારતે સારવાર માટે આપ્યા વિઝા
નોયડા સ્થિત જેપી હોસ્પિટલના પેડિયાટ્રિક કાર્ડિયક સર્જરીના મુખ્ય ડોક્ટર રાજેશ શર્માએ 8 ઓગષ્ટ 2017ના રોજ 7 વર્ષીય બાળકી અને તેના માતા-પિતા તથા પરિવારના અન્ય સભ્યને વિઝા આપવાની વિનંતી કરી હતી. તેમણે પાકિસ્તાન સ્થિત ભારતીય ઉચ્ચ આયોગના નામે પત્રમાં લખ્યું કે, સંભવ હોય તો જલદી બાળકીને હોસ્પિટલમાં સર્જરી માટે આવવાની અનુમતિ આપે, બાળકીની માતા નિદા પ્રમાણે બાળકીનું સ્વાસ્થ્ય ખુબજ ખરાબ છે અને તે શાળામાં જવા જેવા સામાન્ય કામ પણ નથી કરી શકતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાળકીની માતા નિદા શોએબને પાકિસ્તાન સ્થિત ભારતીય ઉચ્ચ આયોગ અને વિદેશમંત્રી સુષમા સ્વરાજને ટ્વિટ કરી બાળકીને જલ્દી મેડિકલ વિઝા આપવાની માગ કરી હતી. જેથી તેની ઓપન હાર્ટ સર્જરી કરી શકાય. નિદાએ નોયડાના જેપી હોસ્પિટલના ડોક્ટરની ચિઠ્ઠીની સાથે જ ટ્વિટ કરી વિનંતી કરી હતી કે મારી બેટીને ઓપન હાર્ટ સર્જરીની જરૂરત છે. મે ઓગષ્ટમાં આવેદન કર્યું હતું પરંતુ હજુ પણ વિઝા પ્રક્રિયામાં છે. કૃપા કરી મદદ કરો. હું તમારી ઘણી આભારી રહીશ.
નવી દિલ્લી: વિદેશમંત્રી સુષમા સ્વરાજે એકવાર ફરી પાકિસ્તાનની એક બાળકી માટે ઉદારતા બતાવી છે. સુષમા સ્વરાજે કરાચીમાં રહેનારી સાત વર્ષની મહા શોએબને ઓપન હાર્ટ સર્જરી માટે ભારત આવવાની પરવાનગી આપી છે. ટ્વિટર પર બાળકીની માતા તરફથી વિનંતી કરતા તેનો જવાબ આપતા વિદેશમંત્રીએ ટ્વિટ કર્યું કે, અમે ભારતમાં તમારી બાળકીને ઓપન હાર્ટ સર્જરી માટે વિઝા આપી રહ્યા છે. અમે તેનું સ્વાસ્થ્ય જલદી સારુ થાય એવી પ્રાર્થન કરીએ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -