બ્રિટનનાં વડાપ્રધાન બનશે આ પોર્ન સ્ટાર? લોકોને લાગ્યો ભારે આઘાત ને પછી શું થયું........જાણો
ટેરેસા મેમાં લોકોને આટલો રસ પડી ગયો તેનું કારણ એ છે કે ટેરેસા મે ગ્લેમર મોડલ અને સોફ્ટ પોર્ન ફિલ્મોમાં કામ કરતી અભિનેત્રી છે. ટેરેસા આ પ્રકારની જાહેરખબરોમાં પણ કામ કરે છે. ઈન્ટરનેટ પર તેની હોટ તસવીરો હોવાના કારણે લોકો તેને સર્ચ કરવામાં ખૂંપી ગયા.
લોકો બ્રિટનનાં ભાવિ વડાપ્રધાન કોણ છે તે જાણવા માટે ઉચ્ચાર પ્રમાણે TERESA MAY સર્ચ કરતાં ને તેમાં પોર્ન સ્ટાર ટેરેસા મેની તસવીરો આવતી. આ તસવીરો જોઈને લોકોને ભારે આઘાત લાગ્યો હતો ને લોકો તેની સામે આકરા પ્રત્યાઘાત આપતી ખરાબ કોમેન્ટ્સ પણ કરતા હતા.
આ લોચો થયો તેનું કારણ એ છે કે આ ગ્લેમર ગર્લ અને ભાવિ વડાપ્રધાન બંનેના નામનો ઉચ્ચાર સરખો થાય છે. જો કે બંનેના નામના સ્પેલિંગમાં ફરક છે. ભાવિ વડાપ્રધાન ટેરેસાના નામનો THERESA સ્પેલિંગ છે જ્યારે ગ્લેમર ગર્લ ટેરેસાના નામનો સ્પેલિંગ TERESA છે.
લંડનઃ ડેવિડ કેમરૂન બ્રિટનના વડાપ્રધાનપદેથી બુધવારે રાજીનામું આપશે અને તેમના સ્થાને ટેરેસા મે વડાપ્રધાન બનશે. એન્ડ્રીયા લીડસમે વડાપ્રધાનપદેથી ખસી જવાની જાહેરાત કરી એ સાથે જ ટેરેસાની વરણી નિશ્ચિત બની. સોમવારે બ્રિટનની ટીવી ચેનલો પર આ જાહેરાત થઈ એ સાથે જ લોકોને ટેરેસા મે કોણ છે તે જાણવામાં રસ પડી ગયો પણ તેના કારણે બહુ મોટો લોચો પડી ગયો. વાસ્તવમાં લોકો ટેરેસા મેની તસવીરો જોતાં ત્યારે આ મહિલા બ્રિટનની વડાપ્રધાન બનશે તેવો સવાલ થતો ને આઘાત લાગતો.
જો કે પાછળથી ખબર પડી કે આ ગોટાળો સરખા નામના કારણે થયો છે. અલબત્ત એ પછી પણ હોર્ન સ્ટાર ટેરેસા મે ટ્રેન્ડિંગમાં જ છે. ટેરેસા મેએ તેના ટ્વિટર એકાઉન્ટ પર સ્પષ્ટતા કરી હતી કે પોતે ભાવિ વડાપ્રધાનન નથી. તેણે એમ પણ કહ્યું કે લોકો કેટલા અજ્ઞાની છે તેનો આ પુરાવો છે.
પોર્ન સ્ટાર ટેરેસા મેનું મૂળ નામ ટેરેસા બેટરીજ છે. આ ગોટાળાના કારણે તેના ટ્વિટર ફોલોઅરની સંખ્યા પણ ધડાધડ વધી હતી અને દસ હજારને પાર થઈ ગઈ હતી. ટેરેસાએ તેનો લાભ લઈને પોતાની ટોપલેસ સેલ્ફી અને પોતે પહેરેલાં અંડરવેર વેચવાની જાહેરખબર શરૂ કરી દીધી.
બ્રિટનના વડાપ્રધાનપદે ટેરેસા મે આવશે એવી જાહેરાત સાથે જ લોકો ટેરેસા મે વિશે સર્ચ કરવા લાગ્યાં અને મિનિટોમાં તો ટેરેસા મે ટ્વિટર પર ટ્રેન્ડિંગ ટોપિક બની ગયાં. મંગળવારે પણ ટેરેસા મે ટ્વિટર પર ટ્રેન્ડિંગમાં હતાં ને સમગ્ર દુનિયામાં તેમના વિશે લોકો ધૂમ સર્ચ કરી રહ્યાં હતાં.