✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમેરિકામાં ભારતીય પરિવાર કારમાં પસાર થતો હતો ને ઉપરથી પ્લેન આવીને કાર પર પડ્યું, જાણો શું થયું પરિવારનું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Sep 2018 09:50 AM (IST)
1

આ ટેસ્લા કાર મૂળ કેરળના ઈન્ડિયન-અમેરિકન ઓનિલ કુરૂપની હતી. આ ઘટનામાં કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. જોકે, દુર્ઘટનામાં પિતા અને પુત્ર બંને સુરક્ષિત બચી ગયા છે. ઘટના બાદ આ તસવીરોને ઓનિલ કુરૂપે પોતાના ફેસબુક પર શેર કરતા લખ્યું હતું કે, ભગવાન અને આ કારે અમને બચાવી લીધા છે.

2

ટેક્સાસ: બુધવારે અમેરિકાના ટેક્સાસમાં ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીનું નાનું પ્લેન ટેક્નિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું. આ પ્લેન ક્રેશ થયા બાદ રસ્તા પર ચાલી રહેલી એક કાર સાથે ટકરાયું હતું. આ કાર એક ભારતીય પરિવારની હતી. જે સમયે પ્લેન કાર સાથે ટકરાયું તે સમયે કારમાં પિતા અને પુત્ર ટ્રાવેલીંગ કરી રહ્યા હતાં. આ ઘટનામાં પ્લેનના કારણે અન્ય કારને પણ નુકસાન થયું હતું. પરંતુ સૌથી વધુ નુકસાન એક ભારતીય પરિવારની ટેસ્લા કારને થયું હતું.

3

4

ઓનિલે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, આ ઘટનામાં અમને પિતા-પુત્રને સામાન્ય ઈજા પણ થઈ નથી. લોકોને તો ભરોસો ના થયો કે, હું અને મારો પુત્ર આ ક્રેશમાંથી પસાર થયા અને જીવિત બચી ગયા હતાં.

5

સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, એક ગ્રુપ ફ્લાઈટ ટ્રેનિંગનો અભ્યાસ કરી રહ્યું હતું તે સમયે આ નાના પ્લેનમાં ટેક્નિક ખામી આવી હતી. આ ક્રૂએ ઈમરજન્સી લેન્ડિંગ કરવાની કોશિશ કરી હતી. આ ઘટનામાં પ્લેનના એજન્ટને ઈજા પહોંચી છે અને તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

6

ઓનિલે કહ્યું હતું કે, જ્યારે મેં આ વાત મારી પત્નીને કહીં તો તે હસી પડી હતી અને તેને ભરોસો જ ન થયો. ત્યારે મેં તેને કહ્યું હતું કે, આ જોક નથી આ ખરેખ ગંભીર વાત છે.

7

8

મેં જોયું કે કેવી રીતે મોત મારી સામેથી પસાર થયું હતું. કુરૂપની આ પોસ્ટ થોડાં સમયમાં જ વાઈરલ થઈ ગઈ હતી. એટલું જ નહીં આ પોસ્ટ પર ટેસ્લાના સીઈઓ એલન મસ્કે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, આ જાણીને હું ખૂબ જ ખુશ છું કે, તમે સુરક્ષિત છો.

9

  • હોમ
  • દુનિયા
  • અમેરિકામાં ભારતીય પરિવાર કારમાં પસાર થતો હતો ને ઉપરથી પ્લેન આવીને કાર પર પડ્યું, જાણો શું થયું પરિવારનું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.