ભારતને મળી મોટી સફળતા, આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનની જેલમાં કેદ કુલભૂષણ જાધવની ફાંસીની સજા અટકાવી
ઇન્ટરનેશનલ કોર્ટે પાક.ને આદેશ કર્યો કે જાધવની ફાંસી તત્કાલ અસર હેઠળ રોકવામાં આવે. ઇન્ટરનેશનલ કોર્ટે ભારતને એવી રાહત આપી કે એવા કોઇ પગલા ન લેવા જેથી ભૂષણના અધિકારોનું હનન થાય. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ નેધરલેન્ડના હેગ ખાતે આવેલી છે. વર્ષ 1945માં આંતરરાષ્ટ્રીય કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. જે સંયુક્ત રાષ્ટ્ર સંઘના ભાગરુપ છે. ભારતે પાક. પર આરોપ મુક્યો હતો કે તેણે વિયેના સંધિનો ભંગ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકે. ઇરાન માંથી કુલભૂષણનું અપહરણ કર્યું હતું. પરંતુ દુનિયા સમક્ષ એવું જાહેર કર્યું હતું કે તેમને બલુચિસ્તાનથી પકડવામાં આવ્યા છે. ભારતે જાધવની ધરપકડ પર તર્ક આપ્યો હતો કે તે પાક.ના કબજામાં હોવા છતાં તેની ધરપકડ બતાવી ન હતી. કુલભૂષણ જાધવને ફાંસીની સજા જાહેર કર્યા બાદ કોન્સ્યુલર એક્સેસ પણ આપવામાં આવ્યો ન હતો. ભારતને પ્રેસ રિલીઝ દ્વારા જાણ થઇ હતી કે પાકે. ભારતીય નાગરીક કુલભૂષણને ફાંસીની સજા કરી છે.
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં કહ્યું હતું કે, 'ભારત સરકાર અને અહીંના લોકો કાનૂન, ન્યાયના મૂળભૂત નિયમો અને આંતરરાષ્ટ્રીય સંબંધોના ઉલ્લંઘન કરી એક નિર્દોષ ભારતીયને પાકિસ્તાનમાં મૃત્યુદંડ આપવાની સંભાવનાને ખૂબ જ ગંભીરતાથી લેશે.'
નવી દિલ્હીઃ નૌસેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવના મામલે ભારતને મોટી સફળતા મળથી છે. ભારતની અપીલ પર આંતરરાષ્ટ્રીય કોર્ટે કુલભૂષણ જાધવની ફાંસીની સજા અટકાવી દીધી છે. પાકિસ્તાને કુલભૂષણ જાધવને ફાંસીની સજા સંભળાવી હતી. કુલભૂષણ જાધવ હાલમાં પાકિસ્તાનની જેલમાં બંધ છે. હવે પાકિસ્તાનમાં કુલભૂષણ જાધવને ત્યાં સુધી ફાંસી નહીં આપી શકાય જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય કોર્ટ તેના પર પોતાનો કોઈ નિર્ણય ન કરે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -