લાખોની નોકરી છોડી ભારતીય લંડનમાં શરૂ કરી ચાની કીટલી, જાણો કેવો છે લાકડાતોડ ભાવ
સૂડાનથી આવેલ એક શરણાર્થી અનવર અલસમાની પણ પ્રણવની આ દુકાન પર કામ કરે છે. તેમણે કહ્યું કે, 'ચાય ગરમ' દુકાને તેની ઘણી મદદ કરી છે. અહીં સપ્તાહમાં એક દિવસ કામ કરવા પર અંદાજે 50 પાઉન્ડ (4000 રૂપિયા) મળે છે. સાથે જ તેના અંગ્રેજીમાં પણ સુધારો થાય છે. આ દુકાનને કારણે અનવરનો આત્મવિશ્વાસ એટલો વધી ગયો છે કે તે આવનારા સમયમાં પોતાની મીડિયા એજન્સી શરૂ કરવા માગે છે જે આફ્રીકા સાથે જોડાયેલ સમાચાર અને લંડનમાં રહેતા શરણાર્થીઓએ જે મુશ્કેલી અનુભવી છે તે લોકો સામે લાવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રણવ પોતની 'ચાય ગરમ'માં એવી જ રીતે ચા બનાવે છે જે રીતે તેની પરદાદી બનાવતી હતી. તે જણાવે છે કે, એક સામાજિક બદલાવ માટે પોતાના ભારતીય મૂળનો ઉપયોગ કરવાનો અનુભવ આપે છે. પ્રણવ ઈચ્છે છે કે, આવનારા સમયમાં માત્ર ભારતીય ચા જ નહીં, પરંતુ શરણાર્થીઓના દેશમાં જે જે રીતે ચા બનાવવામાં આવે છે તેવી ચા પણ પોતાના ગ્રાહકોને ઉપલબ્ધ કરાવે.
પ્રણવની યોજના સમગ્ર લંડનમાં આ પ્રકારના ટી સ્ટોલ શરૂ કરવાની છે. તેમણે જણાવ્યું, મારો ઉદ્દેશ છે કે શરણાર્થીઓમાં પોતાનું કામ, ઉદ્યમ શરૂ કરવાની ભાવના વધે. બ્રિટેનમાં અનેક લોકો ચા પીવે છે, પરંતુ હું ઈચ્છું છું કે, ભારતીય મસાલા ચા અહીં ટ્રેન્ડ બની જાય.
દક્ષિણ લંડનના એક ફૂડ માર્કેટમાં પોતાનો ટી સ્ટોલ પર બેઠેલ પ્રણવે જણાવ્યું કે, તેમનો ઉદ્દેશ બ્રિટેન આવનારા શરણાર્થીઓને નોકરી આપવાનો છે. અહીં એક કપ ચાની કિંમત 3 પાઉન્ડર (અંદાજે 250 રૂપિયા) છે. પ્રણવનું કહેવું છે કે, તેની દુકાન પર કામ કરનાર શરણાર્થી જ્યારે ચા સર્વ કરતા સમયે સ્થાનિક લોકો સાથે વાત કરે છે ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધે છે અને વાતચીત કરવાની કળામાં સુધારો થાય છે. સાથે જ કામ કરવાનો અનુભવ મળે છે.
પ્રણવે પોતાની દુકાનનું નામ 'ચાય ગરમ' રાખ્યું છે. આ નામમાં ભલે જ ભારતની ખુશબુ છે, પરંતુ દુકાનમાં કામ કરનાર લોકો વિશ્વના અલગ અલગ ભાગ સાથે જોડાયેલ છે. પ્રણવની પાસે લંડનના 2 ફૂડ માર્કેટ્સમાં ચાના સ્ટોલ્સ છે. આ સ્ટોલ્સને શરણાર્થીઓ ચલાવે છે. અત્યાર સુધી પ્રણવે પોતાની આ દુકાનના માધ્યમથી 7 શરણાર્થીઓની મદદ કરી છે. આ શરણાર્થી સીરિયા, એરટ્રિયા, ઈરાક, સૂડાન અને પાકિસ્તાની મૂળના છે.
લંડનઃ બ્રિટેનમાં રહેતા એક ભારતીય અનેક શરણાથીર્તીઓનું જીવન પ્રકાશમય બનાવી રહ્યા છે. દિલ્હીના જન્મેલ અને બ્રિટેનમાં જ ઉછરેલ પ્રણવ ચોપરા બ્રિટેનમાં સારી એવી નોકરી કરતા હતા. તે એક મેનેજમેન્ટ કન્સલટન્ટ હતા. એક દિવસ પ્રણવે ટેલિવિઝન પર પોતાનો જીવ બચાવવા માટે ઈરાકથી ભાગીને યૂરોપ જઈ રહેલ શરણાર્થિઓને કાર્યક્રમ જોયો. તેની તેમના પર એવી અસર પડી કે તેમણે ફેબ્રુઆરી 2017માં પોતાની નોકરી છોડી દીધી. હવે પ્રણવ લંડનમાં ચાની દુકાન ચલાવે છે. આ દુકાનમાં તે શરણાર્થિઓને નોકરી આપે છે. અહીં કોઈ ખાસ દેશથી આવેલ શરણાર્થીઓનો પ્રાથમિકતા આપવામાં નથી આવતી, પરંતુ અહીં વિશ્વભરમાંથી અલગ અલગ ખૂણેથી આવેલ શરણાર્થીઓ કામ કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -