પ્લેબોય મોડલ સાથે ટ્રમ્પના 9 મહિના સુધી હતા સંબંધઃ રિપોર્ટ
રિપોર્ટ મુજબ, 2006ની શરૂઆતમાં ટ્રમ્પનું મોડલ સાથે અફેર હતું. મેગેઝિને મોડલના હાથે લખેલી 8 પેજની રિલેશનશિપ નોટ હાંસલ કરીને દાવો કર્યો કે મોડલે પણ આ નોટ તેણે લખેલી હોવાનો સ્વીકાર કર્યો છે. પરંતુ તેણે ટ્રમ્પ સાથે ગોપનીયતાનો કરાર કર્યો હોવાથી વધારે વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ટ્રમ્પના એક્સ પોર્ન સ્ટાર સાથે અફેરનો રિપોર્ટ આવ્યો હતો. ત્યારે કહેવામાં આવ્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા દરમિયાન અંગત વકીલ દ્વારા પોર્ન સ્ટારને મોં બંધ રાખવા માટે આશરે 82 લાખ રૂપિયા આપ્યા હતા.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 2016માં ચૂંટણી પ્રચાર દરિયાન આ લગ્નેતર સંબંધની સ્ટોરી પબ્લિશ કરવાનો અધિકાર હાંસલ કરવા માટે એક ટેબ્લોઇડ મેગેઝિને મોડલને આશરે 97 લાખ રૂપિયા આપ્યા હતા. જોકે આ સ્ટોરી પબ્લિશ કરવામાં આવી નહોતી. એક રિપોર્ટમાં ટેબ્લોયડના માલિકને ટ્રમ્પના મિત્ર ગણાવાયા હતા.
વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર 9 મહિના સુધી એક મોડલ સાથે લગ્નેતર સંબંધ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 1998માં પ્લેબોય મેગેઝિનમાં પ્લેમેટ રહેલી મોડલ કરેન મૈકડુગલ સાથે ટ્રમ્પનું 2006માં અફેર રહ્યું. આ દરમિયાન મહિલા ટ્રમ્પ ટાવરમાં તેની પત્નીના બેડરૂમમાં પણ જોવા મળી હતી. મોડલ સાથે ટ્રમ્પ બેવરલી હિલ હોટલના પ્રાઇવેટ બંગલામાં પણ આવ્યા.
મોડલને જ્યારે આ સંબંધમાં કંઇક ખોટું થઈ રહ્યું હોવાનું લાગ્યું ત્યારે તેણે સંબંધ ખતમ કરી દીધો હતો. ટ્રમ્પે આ મહિલાની માતાની ઉંમર અને અશ્વેતો અંગે અભદ્ર ટિપ્પણી કર્યા બાદ મોડલને લાગી આવ્યું હતું.
ધ ન્યૂ યોર્કર મેગેઝિને મોડલના હાથે લખેલી રિલેશનશિપ નોટ જાહેર કરી છે. જેના આધારે ઉપરોક્ત આરોપ લગાવવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસે કરેન સાથે રાષ્ટ્રપતિના અફેરનું ખંડન કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -