અમેરિકા અને ચીન આમને-સામનેઃ ટ્રમ્પે ચીન પર લગાવ્યો 60 અરબ ડૉલરનો વેરો, ટ્રેડ વૉર શરૂ
જે પ્રૉડક્ટ્સ પર ચીને ભારે ભરખમ ટેરિફ લગાવવાની વાત કહી છે, તેમાં વાઇન, એપલ, એથનૉલ સામેલ છે. આનાથી અમેરિકાના કૃષિ ક્ષેત્ર પર અસર પડશે, જ્યાં 2016ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વૉટર્સે ટ્રમ્પને સમર્થન આપ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૉશિંગટનઃ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર શરૂ થઇ ચૂક્યું છે, બન્ને વચ્ચે તનાતની ચરમસીમાએ છે, ગુરુવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની આયાત પર 60 અરબ ડૉલર એટલે 3910 અરબ રૂપિયાના ટેરિફની જાહેરાત કરી, તો સામે ગુસ્સે ભરાયેલા ચીને પણ બદલો લેવાનું શરૂ કરી દીધું. બન્ને દેશો વચ્ચે હાલ ટ્રેડ વૉરની સ્થિતિ ઉભી થઇ ગઇ છે.
ચીનના વાણિજ્યક મંત્રાલયએ જણાવ્યું કે, પેઇચિંગે ગયા વર્ષે આ પ્રૉડક્ટ્સને ખરીદવા માટે લગભગ 1 અરબ ડૉલર ખર્ચ્યા હતા. મંત્રાલય અનુસાર, હવે આ પ્રૉડક્ટ્સ પર 15 ટકાથી વધુ ટેરિફ લગાવવામાં આવશે, જે સીધી રીતે અમેરિકા દ્વારા એલ્યૂમિનિયમ પર લગાવેલા 15 ટકા ટેરિફમાં બદલાવામાં લેવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું કે, કેટલીક પ્રૉડક્ટ્સ પર ચીન પણ 25 ટકા ટેરિફ લગાવશે આમા પોર્ક અને એલ્યૂમિનિયમ સ્ક્રેપ સામેલ છે.
ચીનના વાણિજ્ય મંત્રાલયે વૉશિંગટનને જલ્દીથી જલ્ીદ ચીની પક્ષમાં સમસ્યાઓને ઉકેલવાનું કહ્યું છે. ચીન તરફથી વાતચીત કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે જેથી બન્ને દેશોને સમગ્ર વ્યાપારિક સંબંધોને ખરાબ થતા રોકી શકાય. ચીને અમેરિકા તરફથી લગાવવામાં આવેલા ટેરિફને ગંભીર ગણાવ્યો છે.
ટ્રમ્પે અમેરિકાના બૌદ્ધિક સંપતિને ‘અનુચિત’ રીતે જપ્ત કરવાને લઇને પેઇચિંગને દંડિત કરવા માટે ટેરિફ લગાવવાનું પગલું ભર્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિના આ પગલાથી બન્ને દેશોની વચ્ચે તનાવ વધી ગયો છે. બૌદ્ધિક સંપતિની ચોરીના મામલે 7 મહિનાની તપાસ બાદ ટ્રમ્પે અમેરિકન વ્યાપર પ્રતિનિધિને ચીનની આયાત પર 60 અરબ ડૉલરની ટેરિફ વેલ્યુ લાગુ કરવાનું કહ્યં છે. ટ્રમ્પે કહ્યું, ‘અમને બૌદ્ધિક સંપતિની ચોરી અંતર્ગત બહુ જ મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, આ અમને વધુ મજબૂત, વધુ સંપન્ન દેશ બનાવશે.’
ટ્રમ્પના વેરા વધારા સામે ચીને એવી અમેરિકન વસ્તુઓનું લિસ્ટ રજૂ કર્યું જેના પર ભારે-ભરખમ વેરો લગાવવાની તૈયારીઓ કરી રહ્યું છે આ લિસ્ટમાં પોર્ક, સફરજન અને સ્ટીલ પાઇપ સામેલ છે. ચીને કહ્યું કે અમેરિકન સ્ટીલ અને એલ્યૂમિનિયમ પર લગાવેલા ટેરિફની પ્રતિક્રિયા સ્વરૂપે આ તેને આ પગલુ ભર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -