ટ્રંપની ઉત્તર કોરિયાને ચેતવણી- એવા હાલ કરીશું કે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય
ટ્રંપે કહ્યું કે તેમણે ખૂબ જ ભયભીત થવું જોઇએ કારણ કે તેમના સાથે એવું થશે કે તેમણે ક્યારેય વિચાર્યું જ ના હશે. કિમ જોંગ આ લાંબા સમયથી દુનિયાને એ બાજુ ધકેલી રહ્યા છે. ચીન અને રશિયાએ જે કર્યું તેનો હું સન્માન કરુ છું અને અમને શૂન્યના મુકાબલે 15 વોટ મળ્યા. જો કે રાષ્ટ્રપતિએ તેની જાણકારી નથી આપી કે તે કઇ રીતે અમેરિકા અને ઉત્તર કોરિયાથી પેદા થનારા ખતરા સામે લડવાની યોજના બનાવી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોશિંગટન : અમેરિકા અને ઉત્તર કોરિયાની વચ્ચે એકબીજાને ધમકી આપવાનો સિલસલો બંધ થવાનું નામ નથી લેતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને ફરીવાર ઉત્તર કોરિયાને ધમકી આપી છે. ટ્રંપે કહ્યું કે, ઉત્તર કોરિયા અમેરિકા માટે સતત મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે. તો તેમને માત્ર ખતમ કરવાની ચેતવણી આપવું પૂરતું નથી. આ સમય અમેરિકાની પ્રજા માટે ઉત્તર કોરિયા વિરુધ્ધ કાર્યવાહિ કરવાનો છે.
જો કે પલટવાર કરતા ઉત્તર કોરિયા એ અમેરિકાના પ્રશાંત ક્ષેત્રના ગુઆમ પર મિસાઇલ વડે હુમલો કરવાની ધમકી આપી હતી. ગુઆમમાં અમેરિકાનું સૈન્યનું મથક છે. જ્યાંથી અમેરિકી બોમવર્ષક વિમાન પહેલા પણ ઉડાણ કરી ચુક્યા છે.
ટ્રંપે કહ્યું કે, જો ઉત્તર કોરિયા અમેરિકા કે અન્ય કોઈ સહયોગી દેશ પર હુમલો કરવાનું વિચારશે તો તેની સાથે એવું થશે જે ક્યારેય તેમણે વિચાર્યું જ ના હોય. તેમના પહેલા ટ્રંપે ચેતવ્યું હતું કે, જો ઉત્તર કોરિયા અમેરિકા અને તેનો સહયોગી પર હુમલો કરવાની કોશિશ કરી તો તેણે એવા વિનાશનો સામનો કરવો પડેશે જેને દુનિયાએ ક્યારેય નહીં જોયો હોય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -