આ દેશમાં જવાનું થયું સરળ, ભારત સહિત 80 દેશોને મળશે વીઝા ફ્રિ એન્ટ્રી
કતાર પ્રવાસન અધિકારી હસન અલ ઈબ્રાહિમે કહ્યું કે, ’80 દેશોના લોકોને વીઝા ફ્રિ એન્ટ્રીની વ્યવસ્થા કરીને કતાર ક્ષેત્રનો સૌથી ખુલ્લો દેશ બની ગયો છે. અમે અમારી સેવા, સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવા માટે વિઝિટર્સને આમંત્રિત કરવા માટે ઉત્સાહિત છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘વિઝિટરની રાષ્ટ્રીયતાના આધાર પર છૂટ પત્ર 180 દિવસ સુધી માન્ય હશે. વિઝિટરને કતારમાં કુલ 90 દિવસ રહેવાની પરવાનગી (મલ્ટીપલ એન્ટ્રી) મળશે. પત્ર દ્વારા વિઝિટરને 30 દિવસ (મલ્ટીપલ એન્ટ્રી) રહેવાની પરવાનગી આપવામાં આવશે, જેમાં આ છૂટને 30 દિવસ સુધી વધારવા માટે પણ એપ્લાય કરી શકાશે.’
કતાર તરફથી આપેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ 80 દેશોના નાગરિકોને કતારમાં આવવા માટે હવે વિઝા માટે અરજી કરવી પડશે નહીં. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘કતાર પહોંચ્યા બાદ તેમને એક છૂટ પત્ર આપવામાં આવશે. જેના બદલામાં યાત્રીએ પાસપોર્ટ અને રિટર્ન ટિકિટ બતાવવાની રહેશે.
દોહાઃ કતરે ભારત સહિદ 80 દેશોના નાગરિકોને વીઝા પર એન્ટ્રી આપવાની જાહેરાત કરી છે. આ યાદીમાં ભારત ઉપરાંત બ્રિટેન, અમેરિકા, કેનેડા, દક્ષિણ આફ્રીકા, ઓસ્ટ્રેલિયા, લેબનાના અને ન્યૂઝીલેન્ડ જેવા દેશ સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -