✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

તૂર્કી: નાઈટક્લબમાં નવા વર્ષના જશ્ન દરમિયાન હુમલાવરોએ વરસાવી ગોળીઓ, 35ના મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jan 2017 07:53 AM (IST)
1

ઈસ્તાંબુલ: તૂર્કીનું ઈંસ્તાનબુલના એક નાઈટ ક્લબમાં નવા વર્ષના સેલિબ્રેશનના અવસરે અજાણ્યા હુમલાવરોએ અટેક કર્યો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 35 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા છે. ઈસ્તાંબુલના ગર્વનર વાસિપ શાહિને ઘટનાની જાણકારી આપી છે.

2

ગત મહીનામાં થયેલા હુમલાના કારણે તૂર્કી હાઈએલર્ટ ઉપર હતું, જેના લીધે શહેરમાં લગભગ 17,000 પોલીસ અધિકારીઓને ખડેપગે કરવામાં આવ્યા હતા. હાલ જાણવા મળતી માહિતી પ્રમાણે હુમલાવરો ઈસ્લામિક સ્ટેટ અથવા કુર્દ વિદ્રોહિયોના હતા. એક અઠવાડિયા પહેલા એંડ્રેઈ કારલોવના તૂર્કીના જ એક પોલીસ અધિકારીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના પછી હુમલાવર પોલીસ અધિકારીને જોર જોરથી બૂમો પાડીને કહી રહ્યો હતો, કે તેને સીરિયાઈ શહેર અલેપ્પોમાં રશિયામાં જોડાવવાનો બદલો લીધો છે.

3

‘ધ ગાર્જિયન’ માં છપાયેલા અહેવાલ પ્રમાણે રવિવાર આ ઘટના ત્યારે બની જ્યારે નાઈટ ક્લબમાં લોકો નવા વર્ષનું જશ્ન મનાવી રહ્યા હતા. શાહિને તેને ચરમપંતી હુમલો ગણાવ્યો છે, જો કે કોઈ આંતકવાદી ગ્રુપનું નામ લીધું નથી. તેમને જણાવ્યું કે હુમલાવર સાન્તા ક્લોઝના કપડામાં આવ્યા હતા. તેમને પહેલા એક પોલીસ અધિકારી પર ગોળી ચલાવી અને ત્યારબાદ પાર્ટીમાં હાજર લોકો પર અંધાધુંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

  • હોમ
  • દુનિયા
  • તૂર્કી: નાઈટક્લબમાં નવા વર્ષના જશ્ન દરમિયાન હુમલાવરોએ વરસાવી ગોળીઓ, 35ના મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.