✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દિવાળીએ ફટાકડા ફોડવા બદલ આ દેશમાં બે ભારતીયોની થઈ ધરપકડ, જાણો કેટલી થશે સજા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Nov 2018 01:02 PM (IST)
1

સિંગાપુરઃ સિંગાપુરમાં ભારતીય મૂળના બે લોકોની અહીંના ‘લિટલ ઇન્ડિયા’ વિસ્તારમાં દિવાળીની પૂર્વ સંધ્યા પર ગેરકાયદેસર રીતે ફકાટડા ફોડવાના આરોપમાં મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં તેમનો ગુનો સાબિત થવા પર તેમને બે વર્ષની સજા થઈ શકે છે અને દસ હજાર સિંગાપુર ડોલર સુધીનો દંડ ભરવો પડી શકે છે. સિંગાપુરમાં સરકારની મંજૂરી વગર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે.

2

થિંગુ સેલ્વારજૂ (29 વર્ષ)ની ખતરનાક ફટાકડા ફોડવા બદલ તેમજ સીવા કુમાર સુબ્રમણિયમ (48)ની થિંગુની મદદ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. કોર્ટ દસ્તાવેજ પ્રમાણે સીવા કુમારે દિવાળીની આગલી રાતે રસ્તા પર ફટાકડાનું બોક્સ મૂક્યું હતું. થિંગુએ આ બોક્સમાં દિવાસળી ચાંપી હતી. જોકે, કોર્ટના દસ્તાવેજમાં એ વાતનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે બંનેએ ફટાકડા કેવી રીતે મેળવ્યા હતા.

3

આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો સાથે લખ્યું હતું કે, રેસકોર્ષ રોડ પર ગેરકાયદે ફટાકડા ફોડવમાં આવ્યા હતા. આ જગ્યાએ સિંગાપુર પોલીસ દોડી આવી હતી. આ પોસ્ટના અંતમાં તમામ લોકોને દિવાળીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

4

જે રોડ પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા તે લિટલ ઇન્ડિયા તરીકે જાણીતા વિસ્તારની બાજુમાં આવેલો છે. જાહેર રજાઓ અને અઠવાડિયાના અંતે અહીં ભારતીય મૂળના લોકો એકઠા થાય છે. કોર્ટે બંનેને રિમાન્ડ પર મોકલી આપ્યા છે તેમજ બંનેને 14મી નવેમ્બરે ફરીથી કોર્ટમાં રજુ કરવામાં આવશે.

  • હોમ
  • દુનિયા
  • દિવાળીએ ફટાકડા ફોડવા બદલ આ દેશમાં બે ભારતીયોની થઈ ધરપકડ, જાણો કેટલી થશે સજા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.