હત્યાના કેસમાં પોપટની જુબાની માન્ય રાખી કોર્ટે પત્નીને દોષી ગણાવી
વીડિયોમાં પોપટે એ શબ્દો ઉચ્ચાર્યા જે માર્ટિને મરતાં પહેલાં બોલ્યા હતા. માર્ટિને કહ્યું હતું ગ્લેન્ના ડોન્ટ શુટ, ગ્લેન્ના ડોન્ટ શુટ'. પોપટે બરાબર એ જ શબ્દો પરિવારને સંભળાવતા અંતે કોર્ટમાં પોપટને લઇ જવો પડ્યો. વીડિયો જોયા પછી કોર્ટે ગ્લેન્નાને જ હત્યા બદલ દોષી માની હતી. આમ પોપટે કોર્ટમાં આવી જે જુબાની આપી તેને અમેરિકની કોર્ટે માન્ય રાખતા લોકોમાં આશ્ચર્ય થયું હતું. ગ્લેન્નાને એક મહિના પછી સજા સંભળાવવામાં આવશે. પોપટની આ જુબાની આપ્યા બાદ ભારે ચર્ચા થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમિશિગન: કોર્ટે પોપટની જુબાની માની લઇ સજા આપી હોય એવું કોર્ટના ઇતિહાસમાં કદાચ પહેલી જ વાર બન્યું હશે. અમેરિકાના મિશિગનમાં બે વર્ષ પહેલાં માર્ટિન નામની એક વ્યક્તિની હત્યા કરાઇ હતી. હત્યા વખતે માર્ટિનની પત્ની ગ્લેન્ના સિવાય ધરમાં કોઇ જ હાજર નહતું. ગ્લેન્નાએ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
તપાસ અધિકારીઓને ગ્લેન્ના પર શંકા તો હતી જ. જ્યારે કોર્ટમાં કેસ ચાલ્યો તો સાક્ષી આપનાર કોઇ જ નહતું. ઘટના સ્થળે એકમાત્ર પોપટ જ હતો. આની જાણ અધિકારીઓને થતાં તેઓ પોપટને કોર્ટમાં લઇ આવ્યા. તેમને જાણવા મળ્યું હતું કે આ પોપટે માર્ટિનના પરિવારજનોને એના છેલ્લા શબ્દો કહી સંભળાવ્યા હતા જે મરતાં પહેલાં માર્ટિન બોલ્યો હતો. પરિવારજનોએ તેને રેકોર્ડ કરી લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -