આ દેશમાં 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે Facebook અને Twitter થશે બેન, જાણો શું છે કારણ
બીબીસીના અહેવાલ અનુસાર, નવા સરકારી આંકડા એ દર્શાવે છે કે 2013 અને 2017ની વચ્ચે સરકારી એજન્સીઓને મોકલવામાં આવેલ અને ટેક્નોલોજીકલ કંપનીઓના સર્વરો પર ઓળખ કરવામાં આવેલ અભદ્ર તસવીરોની સંખ્યામાં 700 ટકાનો ઉછાળો નોંધાયો છે. બીબીસીએ સરકારી આંકડાને ટાંકીને કહ્યું કે, દર મહિને બ્રિટેનમાં બાળકોની અશ્લીલ તસવીરોના અપરાધમાં 400થી વધારે ધરપકડ થાય છે અને અંદાજે 500 બાળકોને ઓનલાઈન યૌન શોષણથી બચાવવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે, ઓનલાઈન ટેક્નોલોજીએ બાળ યૌન શોષણને શોધવાનું ખૂબ જ સરળ બનાવી દીધું છે. મેં ખૂબ જ જરૂરીયાત સાથે ઓનલાઈન થઈ રહેલ બાળ યૌન શોષણનો સામનો કરવા માટે ઇન્ટરનેટ કંપનીઓને આગળ આવવા કહ્યું છે. તેમણે આગળ કહ્યું કે, આપણે આ ભયાવહ સ્થિતિનો સામનો કરવા માટે ટેક્નોલોજીકલ વિશ્લેષક અને સંશાધનોની જરૂરિયાત છે. આ તમારી નૈતિક ફરજ છે.
આ બીલને કદાચ અન્ય પક્ષના સભ્યોનું સમર્થન ન મળે. આ નિર્ણય ગૃહ સચિવ અમ્બર રૂડના આ સપ્તાહે અમેરિકામાં ઇન્ટરનેટ દિગ્ગજોના અધિકારીઓ સાથે થનારી મુલાકાત પહેલા આવ્યો છે. રૂડે રવિવારે ધ સનમાં લખ્યું છે, ‘બાળ યૌન શોષણને રોકવા માટે સોશિયલ મીડિયાના દિગ્ગજો વધારે કાર્ય કરવું પડશે. શોષણ રોકવા માટે ઝડપથી કાર્ય કરવું તે કંપનીઓની નૈતિક ફરજ છે.
લંડનઃ બ્રિટેનના હાઉસ ઓફ લોર્ડ્સમાં આ સપ્તાહના અંત સુધીમા ચર્ચા માટે રજૂ કરવામાં આવનાર કાયદા અંતર્ગત બાળકોને સોશિયલ મીડિયા પર શોષણથી બચાવવા માટે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફેસબુક અને ટ્વિટર સાથે જોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવશે. ધ ટેલીગ્રાફ અનુસાર, સરકારના ડેટા પ્રોટેક્શન બીલને કાયદાકીય રીતે એ ઉંમરનો સમાવેશ કરશે જેમાં બાળકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાતું ખોલવાની મંજૂરી હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -