UNમાં અમેરિકી રાજદૂત નિક્કી હેલીએ આપ્યું રાજીનામું, ડોનાલ્ડ ટ્રંપે કર્યો સ્વીકાર
નિક્કી હેલી ભારતીય મૂળની છે. નિક્કી હેલી અમેરિકી સિખ પરિવારમાંથી છે જે ભારતના પંજાબમાંથી અમેરિકા પહોંચ્યા હતા. રાજનીતિમાં પગ મુકતા પહેલા નિક્કી પોતાના પારિવારિક કારોબાર સાથે સંકળાયેલી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા સપ્ટેમ્બરમાં ટ્રંપને દેશ માટે “શરમજનક” ગણાવતા એક પ્રતિષ્ઠિત એડમિરલ વિલિયમ મેકરાવેને રક્ષા મંત્રાલય સલાહકારમાંથી રાજીનામું આપી દીધું હતું. મેકરાવેને ઓગસ્ટમાં ડિફેન્સ ઇનોવેશન બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે 2014માં પાકિસ્તાનમાં વિશેષ અભિયાન ચલાવીને અલ-કાયદાના ઓસામાં બિન લાદેનને મારનારી સ્પેશિયલ ફોર્સનું સંચાલન કર્યું હતું.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ માટે આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રપતિના ટ્રંપના નજીકના અધિકારીઓએ રાજીનામું આપવાની પરંપરા ચાલી રહી છે.
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની સ્થાયી પ્રતિનિધિ નિક્કી હેલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અને ડોનાલ્ડ ટ્રંપે સ્વીકારી પણ લીધું છે. ટ્રંપે ટ્વિટ કરી કહ્યું કે, ‘તેણે અદભૂત કામ કર્યું છે અને વર્ષના અંતે પોતાનું પદ છોડશે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -