અમેરિકા : કેલીફોર્નિયાની નાઇટ કલબમાં પાર્ટી દરમિયાન ભીષણ આગ, 40નાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Dec 2016 09:07 AM (IST)
1
આગની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ઇલેકટ્રોનિક ડાન્સ મ્યૂઝિક પાર્ટીમાં આગ કેવી રીતે લાગી તે અંગેની કોઇ જાણકારી હજુ સુધી મળી નથી. આ પાર્ટીમાં 50થી 100 લોકો હોવાનો અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યો છે.
2
સાન ફ્રાન્સિસકો : સાન ફ્રાન્સિસકોના કેલિફોર્નિયાના નાઇટ કલબમાં યોજાયેલ એક પાર્ટી દરમિયાન આગ લાગતા 40 લોકોના મોત થયા છે જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે.
3
ઓકલેન્ડ ફાયર બ્રિગેડ ટીમના પ્રમુખના જણાવ્યા અનુસાર ઓકલેન્ડ ઘોસ્ટશિપ નામની નાઇટ કલબની બે માળની બિલ્ડીંગમાં ગતરાત્રીએ આગ લાગી હોવાની જાણકારી મળી હતી.