અમેરિકાએ હવે હાફિઝ સઇદની રાજકીય પાર્ટી MMLને આતંકવાદી સંગઠન જાહેર કર્યું
અમેરિકાએ લશ્કરને 26 ડિસેમ્બર 2001 માં વિદેશી અને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. આના પ્રમુખ હાફિઝ સઇદને પણ વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો.
ઉપરાંત એમએમએલના 7 સભ્યોને લશ્કર માટે કામ કરવાના કારણે આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે.
હાફિઝે 23 માર્ચે એમએમએલનું ઘોષણાપત્ર જાહરે કરી દીધું હતું, મિલ્લી મુસ્લિમ લીગને એક રાજકીય પાર્ટીના રૂપમાં માન્યતા આપવા માટે ઇસ્લામાબાદ હાઇકોર્ટે પણ રસ્તો ખુલ્લો કરી દીધો હતો.
ધ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે એક સંશોધન પ્રસ્તાવ રજૂ કર્યો, જે અંતર્ગત લશ્કર-એ-તૈયબાની સાથે એમએમએલ અને તહરીક-એ-આઝાદી-એ-કાશ્મીર (ટીએજેકે)ને આતંકવાદી સંગઠનોના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે.
લશ્કર-એ-તૈયબાનું ગઠન 1980 ના દાયકામાં થયું હતું, 2008માં મુંબઇમાં થયેલા આતંકવાદી હુમાલમાં 166 લોકોના મોત થયા હતા.
નવી દિલ્હીઃ અમેરિકાએ મંગળવારે મિલ્લી મુસ્લિમ લીગ (MML) ને આતંકવાદી સંગઠન જાહેર કરી દીધું, આ મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદનું રાજકીય સંગઠન છે. આ પગલું એવા સમયે ભરવામાં આવ્યું જ્યારે પાકિસ્તાનમાં MMLને એક રાજકીય પાર્ટીના રૂપમાં માન્યતા આપવાની કવાયત ચાલી રહી હતી.