✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમેરિકાની સરકાર ‘દેવાળા’ના આરે, જાણો કેટલા લાખ કર્મચારીઓને ફરજીયાત રજા પર ઉતારી દેવાશે ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Jan 2018 11:25 AM (IST)
1

આ કર્મચારીઓને વગર પગારે રજા પર ઉતારી દેવાશે અને તેના કારણે આરોગ્ય સહિતની સંખ્યાબંધ સરકારી સેવાઓ ઠપ થઈ જશે. અમેરિકામાં એંટીડેફિશિઅન્સી એક્ટ લાગૂ છે. આ એકટ અંતર્ગત અમેરિકાની સરકાર પાસે નાણાંની તંગી ઉભી થાય ત્યારે ફેડરલ એજન્સીઓનું કામકાજ બંધ કરી દેવાય છે.

2

અમેરિકામાં હાલમાં ફેડરલ ગવર્નમેન્ટ એટલે કે કેન્દ્ર સરકારમાં 33 લાખ કર્મચારીઓ છે ને આ પૈકી આઠ કર્મચારીઓએ રજા પર ઉતરી જવું પડશે. અમેરિકન લશ્કરના સૈનિકો સિવાયના મોટા ભાગના કેન્દ્ર સરકારના કર્મચારીઓએ ફરજીયાત વગર પગારની રજા પર જવું પડશે.

3

આપણને આ વાત સાંભળીને આઘાત લાગશે પણ અમેરિકાના ઇતિહાસમાં કેટલીય વખત શટડાઉનની સ્થિતિ આવી ચૂકી છે. 1980 પછીના સમયની વાત કરીએ તો 1981, 1984, 1990, 1995-96 અને 2013 દરમ્યાન અમેરિકાની પાસે ખર્ચ કરવા માટે પૈસા બચ્યાં નહોતા તેથી શટડાઉન કરાયું હતું. છેલ્લા ઑક્ટોબર 2013માં અમેરિકામાં શટડાઉન કરાયું હતું. એ વખતે શટડાઉન અંદાજે બે સપ્તાહ સુધી ચાલ્યું હતું. તે સમયે અમેરિકામાં ઓબામાની સરકાર હતી અને 8 લાખ કર્મચારીઓને આ દરમ્યાન ઘરે બેસવું પડ્યું હતું. આ વખતે પણ એ જ સ્થિતી થશે.

4

વોશિંગ્ટનઃ અમેરિકાની સરકાર ફરી વાર ‘દેવાળિયાપણા’ના આરે છે અને તેના કારણે અમેરિકાની સરકારે ‘શટડાઉન’ કરવું પડે તેવી હાલત છે. ‘શટડાઉન’નો અર્થ છે, અમેરિકાની સરકાર પાસે પોતાના કર્મચારીઓને પગાર ચૂકવવાના પૈસા નથી તેથી લાખો સરકારી કર્મચારીઓ નવરા થઈ જશે.

5

આ એજન્સીઓના કર્મચારીઓને રજા પર મોકલી દેવામાં આવે છે. આ દરમ્યાન તેમને પગાર પણ મળતો નથી. શટડાઉન થાય છે ત્યારે હજારો ‘બિન-જરૂરી’ કર્મચારીઓને રજા પર મોકલી દેવામાં આવે છે, માત્ર લોકોની સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષામાં લાગેલા ‘જરૂરી’ કર્મચારી જ કાર્યરત રહેતા હોય છે.

  • હોમ
  • દુનિયા
  • અમેરિકાની સરકાર ‘દેવાળા’ના આરે, જાણો કેટલા લાખ કર્મચારીઓને ફરજીયાત રજા પર ઉતારી દેવાશે ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.