Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
અમેરિકાથી 75 હજાર ભારતીયોને બિસ્તરાં-પોટલાં બાંધીને મોકલાઈ શકે છે ભારત, જાણો શું છે કારણ?
વર્તમાન નિયમમાં ગ્રીનકાર્ડની અરજીઓ પડતર હોવાની બાબતને ધ્યાનમાં રાખીને હાલમાં 2-3 વર્ષ માટે એચ-1બી વિઝાની મુદત વધારવાની મંજૂરી મળેલી છે. જો નવો નિયમ લાગુ થઇ જશે તો એચ-1બી વિઝા ધરાવતા ભારે સંખ્યામાં ભારતીયોને અમેરિકા છોડીને દેશ પાછા આવવું પડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આમ થશે તો તેની સૌથી વધારે અસર ભારતીય વર્કરો પર પડશે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આઇટી સેક્ટરમાં મોટા પાયે ભારતીયો કામ કરે છે. તેમાંથી મોટાભાગના H1-B વિઝાધારકો છે.
વોશિંગ્ટનઃ અમેરિકામાં H1-B વિઝા હેઠળ રહેતા ભારતીયો માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. અમેરિકાની 'બાય અમેરિકન, હાયર અમેરિકન'ની નીતિ મુજબ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એવા એક પ્રસ્તાવ પર વિચારણા કરી રહ્યું છે જેનાથી 50 હજારથી 75 હજાર ભારતીયોને અમેરિકા છોડવું પડી શકે છે.
ટ્રમ્પ તંત્ર H1-B વિઝાના નિયમોમાં ફેકફાર કરવા જઈ રહ્યું છે. નવા નિયમના પ્રસ્તાવ મુજબ જેમ H1-B વિઝાધારકે ગ્રીન કાર્ડ માટે એપ્લાઇ કર્યુ હોય અને એપ્લિકેશન પેન્ડિંગ હોય તેવા લોકોને H1-B વિઝા રાખવાની છૂટને ખતમ કરવામાં આવી શકે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીની સાથે ઇન્ટર્નલ મેમોના સ્વરૂપમાં શેર કરવામાં આવેલા આ પ્રસ્તાવ ગ્રીનકાર્ડ મેળવવા માટે અરજી કરીને રાહ જોઇ રહેલા ભારે કુશળ એચ-1બી વિઝાધારકોને અમેરિકામાંથી બહાર કાઢી શકાય છે. જો ટ્રમ્પ વહીવટીતંત્ર આ પ્રકારનો કોઇ પણ નવો નિયમ જારી કરશે તો તે, અમેરિકી કંપનીઓની કાર્યશૈલી બદલી શકે છે. ઉપરાંત નવા નિયમથી એચ-1બી વિઝાનો દુરુપયોગ અટકાવશે.
અમેરિકાએ ગત વર્ષે સૌથી વધારે H1-B વિઝા ભારતીયોને જ ઇસ્યૂ કર્યા હતા.
સોફ્ટવેર ઈન્ડસ્ટ્રી બોડી નાસકોમ પહેલા વિઝાને લઇ દાખવવામાં આવેલી કડકાઈ સંબંધે તેની ચિંતા વ્યકત કરી ચૂક્યું છે. આ સંદર્ભે યુએસ સીનેટર્સ સાથે પણ વાત કરી છે. ઉપરાંત તેમણે કોંગ્રેસ અને યુએસ એડમિનિસ્ટ્રેશનને મળી આ સંબંધે તેમની ચિંતા વ્યક્ત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -