ટ્રમ્પનો કિંગ જોંગનો જવાબ, ‘અમારી પાસે તમારાથી વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છે’
કિમ જોંગે 1 જાન્યુઆરી, 2018ના રોજ હતું કહ્યું કે, અમેરિકા હવે ક્યારેય આપણા વિરૂદ્ધ જંગ શરૂ નહીં કરી શકે. કેમકે આપણાં એટમી હથિયાર તેને નેસ્તનાબૂદ કરી દેશે. સમગ્ર અમેરિકા આપણાં ન્યૂક્લિયર વેપન્સની રેન્જમાં છે. આ હથિયારોનું બટન હંમેશા મારા ટેબલ પર જ રહે છે. અને તે એક સત્ય વાત છે તેને ધમકી ન સમજવી જોઈએ. ઉત્તર કોરિયા આત્મરક્ષા માટે અને હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખી તેની પરમાણુ શક્તિઓનું વિસ્તરણ કરતું રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકન પ્રેસિડેન્ટ ડાનાલ્ડ ટ્રમ્પે કરેલું ટ્વિટ.
વોશિંગ્ટનઃ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને નવા વર્ષના પ્રથમ દિવસે અમેરિકાને ચેતવણી આપી હતી કે, તેના હાથમાં પરમાણુ ધડાકાના બટન છે, જેને તેઓ ગમે ત્યારે દબાવી શકે છે. જેનો અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જડબાતોડ જવાબ આપ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, ‘અમારી પાસે તમારા કરતાં પણ વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છે અને તે પણ કામ કરે છે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -