વિયેનામમાં બે હાથ પર ટક્યો છે આખો બ્રિજ, સુંદરતા જોઇ થઇ જશો આફરિન
આ પુલનું નામ કાઉ વાંગ પુલ (Cau Vang) છે. જે ગોલ્ડન બ્રિજ તરીકે પણ ઓળખાય છે.
આ ગોલ્ડન બ્રિજ સમુદ્ર સપાટીથી 1400 મીટરથી ઉપર છે અને આ પુલ માત્ર બે જાયન્ટ હાથો પર બનાવવામાં આવ્યો છે.
આ બ્રિજને પ્રવાસીઓને વધુ સુંદર અને પ્રાકૃતિક દેખાડવા માટે બન્ને સાઈડમા લોબેલિયા ક્રાઇસેંથેમમ ફુલ લગાવવામાં આવ્યા છે જે બ્રિજની સુંદરતામાં વધારે કરે છે.
વિયેતનામ હંમેશા પ્રવાસીઓને આકર્ષિત કરતું રહ્યું છે અને આ પુલ બન્યા બાદ વધુ પ્રવાસીઓ આવી શકે છે.
500 ફૂટ લાંબો આ પુલ બે આર્ટિફિશિયલ હાથોમાંથી પસાર થાય છે. જમીનથી 4600 ફૂટની ઉંચાઈ પર આવેલા આ પુલ પાછળ અંદાજે 1300 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
આકર્ષક અને ખૂબસૂરત વાસ્તુકલા હંમેશા પ્રવાસીઓને આકર્ષિત કરે છે. દુનિયાભરમાં વાસ્તુકલાની મદદથી અલગ અલગ પ્રકારની કલાકૃતિ બનાવવામાં આવી છે જે તમામને આકર્ષિત કરે છે. દુનિયાના એવા ઘણા દેશોમાં ભવ્ય નિર્માણ તેનું ઉદાહરણ પુરુ પાડે છે. તેવી જ રીતે વિયેતનામી સરકારે દુનિયાભરમાંના પ્રવાસીઓને આકર્ષવા માટે વિયેતનામના ‘ડા નંગ્સ બા ના’ નામના પર્વતીય વિસ્તારમાં એક પૂલ તૈયાર કરાવ્યો છે.
આ બ્રિજને જોવા દુનિયાભરના લોકો વિયેતનામની મુલાકાત લે છે.