વરસાદમાં કિસ કરતાં પ્રેમી પંખીડાની તસવીર લેવી ફોટો જર્નાલિસ્ટને પડી ભારે, જાણો શું થયું
સંપાદકનું કહેવું હતું કે, જો તસવીર છપાશે તો તેની પ્રતિક્રિયા ઠીક નહીં હોય. ત્યારે અહમદે કહ્યું કે, તમે આમાં નકારાત્મકતા ન જોઈ શકો. આ સાચા પ્રેમનું પ્રતિક છે. જે બાદ મેં આ તસવીર ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર શેર કરી દીધી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઢાકાઃ વરસાદની સિઝનમાં એક પ્રેમી યુગલના રોમાંસની તસ્વીર પર હાલ ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ તસવીર ઢાકા વિશ્વવિદ્યાલયની છે, જેમાં પ્રેમીઓ વરસાદમાં એકબીજાને કિસ કરી રહ્યાં હતાં. જેને ફોટો જર્નાલિસ્ટ જોબોન એહમદે ક્લિક કરી લીધી હતી. તેમજ પોતાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં શેર કરી દીધી. જેને લીધે ફોટો જર્નાલિસ્ટને નોકરીથી હાથ ધોવા પડ્યા છે.
આ તસવીર લેનારા જિબોન અહમદનું કહેવું છે કે, કપલે આવો ફોટો ખેંચવા પર કોઈ વાંધો નહોતો ઉઠાવ્યો. તેઓ ખુદ પણ મોરલ પુલિસિંગ સાંખી નહીં લે. અહમદે જણાવ્યું કે, હું સારી તસવીરની શોધમાં યુનિવર્સિટીમાં ચક્કર મારતો હતો. ત્યારે મેં જોયું કે એક કપલ વરસાદમાં એકબીજાને કિસ કરતાં હતા. મેં તરત આ ઘટના કેમેરામાં કેદ કરી લીધી. પરંતુ જ્યારે આ તસવીરને ન્યૂઝરૂમમાં મોકલવામાં આવી ત્યારે સંપાદકે પબ્લિશ કરવાની ના પાડી દીધી.
બાંગ્લાદેશની ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા મુજબ, એક રૂઢિવાદી બ્લોગરે લખ્યું છે કે પ્રેમીઓ હવે બેશરમ બની રહ્યા છે. પહેલાં આવી ચીજો પડદામાં થતી હતી પરંતુ હવે ધોળે દહાડે થઈ રહી છે. આવા લોકો સાર્વજનિક જગ્યાએ પ્રેમાલાપ શરૂ કરી દે તે દિવસો હવે દૂર નથી.
જેના એક દિવસ બાદ કેટલાક સાથી ફોટો જર્નાલિસ્ટોએ તેના પર હુમલો કરી દીધો અને તેના બોસે ઓફિસ તરફથી આપવામાં આવેલું આઈકાર્ડ અને લેપટોપ કોઈપણ કારણ વગર પરત લઈ લીધું. અહમદે સંપાદકને તેના પર થયેલા હુમલાની જાણકારી આપી તો કાનૂની કાર્યવાહીમાં મદદનો વાયદો કર્યો. જે બાદ સંપાદકે અહમદના સમર્થનમાં એક ઈમલે કરીને કહ્યું કે તેના કામની દરેક લોકો પ્રશંસા કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -