પહેલીવાર બે નાટો દેશ આમને-સામને, સીરિયમાં અમેરિકા અને તુર્કી વચ્ચે યુદ્ધની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યાના એક વર્ષની અંદર 14 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને ધમકાવી ચૂક્યા છે. કુર્દ સૈનિકે દ્વારા તુર્કી પર કરાયેલા મિસાઇલ હુમલામાં મસ્જિદને નુકશાન પહોંચ્યું અને બે લોકો માર્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે, તુર્કી, કુર્દ લડાકુઓને આતંકવાદી માને છે. એર્દોગનનું કહેવું છે કે છેલ્લા કેટલાક દાયકાઓથી કુર્દ લડાકુ તુર્કીમાં અશાંતિ ફેલાવી રહ્યાં છે. તેમનાથી કંટાળેલા સીરીયન લોકોએ અમારે ત્યાં આશરો લીધો છે. સીરીયામાં કુર્ગ અમેરિકાનો સૌથી મોટો સહયોગી છે. તેમને સીરીયન પ્રસિડેન્ટ બશર અલ અસદ અને આઇએસ સામે મોર્યો માંડ્યો છે, એટલા માટે ટ્રમ્પે તુર્કીને ચેતાવણી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીરીયાનું આફરિન કુર્દોનું શહેર માનવામાં આવે છે, અહીં તુર્કીના ટેન્ક ઘૂસી ગયા છે. તુર્કી ઇચ્છે છે કે સીરીયાથી જોડાયેલી તેમની સીમા પર કુર્દ સંગઠનો સક્રિય ના થાય, અને આ કારણે જ તેમને ઓપરેશન ઓલિવર બ્રૉન્ચ કર્યુ છે.
ખરેખર, તુર્કે 5 દિવસથી ઉત્તરીય સીરીયન વિસ્તારોમાં રહી રહેલા કુર્દ સૈનિકોની સફાઇનું ઓપરેશન ચલાવ્યું છે. તુર્કી સેના ટેન્ક લઇને કુર્દોના આફરિન શહેરમાં ઘૂસી ગઇ. આ સંઘર્ષમાં લગભગ 300 લોકો માર્યા ગયા છે. હવે તુર્કી સેના મજલિસ શહેર તરફ મૂવ કરી રહી છે. અહીં 2500 અમેરિકન સૈનિકો અને રણનીતિકાર કુર્દોના સૈનિકો ટ્રેનિંગ આપે છે અને હથિયાર પ્રૉવાઇડ કરાવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીના રાષ્ટ્રપતિ રીસેપ તૈયપ એર્દોગનને વૉર્નિંગ પણ આપી દીધી છે. વ્હાઇટ હાઉસ અનુસાર ટ્રમ્પે કહ્યું આ વિસ્તારમાં તમે આવી સ્થિતિ પેદા ના કરો કે અમેરિકન અને તુર્કી સેના આમને સામને આવી જાય. બીજીબાજુ તુર્કીનો આરોપ છે કે વ્હાઇટ હાઉસે જુઠ્ઠુ બોલ્યુ છે, ટ્ર્મ્સે વૉર રોકવા માટે કોઇ વાત નથી કરી. એર્દોગને કહ્યું કે, અમારી સેના મજલિસ શહેર તરફ આગળ વધી ગઇ છે, અમે કુર્દોને ખદેડી દેશું.
વોશિંગટનઃ સીરીયન શહેર મજલિસમાં અમેરિકા અને તુર્ક સેના આમને-સામને આવી ગઇ છે. આવું પહેલીવાર બન્યું છે જ્યારે અમેરિકાની આગેવાની વાળા નાટોના મેમ્બર દેશોની સેનાઓની વચ્ચે સીધા યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઇ હોય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -