✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આવતી કાલે અમેરિકામાં પ્રમુખ ચૂંટવા મતદાન પણ રીઝલ્ટ ક્યારે આવશે તે જાણીને ચોંકી જશો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Nov 2016 01:33 PM (IST)
1

ભારતીય સમય પ્રમાણે જોઈએ તો 9 નવેમ્બરે ઓહાયો, મિસૂરી, ન્યુ મેક્સિકો અને નેવાડામાં મતદાન ચાલુ રહેશે. આ બધાં રાજ્યોમાં મોડી રાત સુધી મતદાન ચાલશે. મતદાન પતે પછી મીડિયા સક્રિય થઈ જતું હોય છે ને તેના કારણે કોણ જીતશે તેનો અંદાજ 9 નવેમ્બરે આવી જ જશે પણ સત્તાવાર રીતે 6 જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે.

2

આવતી કાલે એટલે કે મંગળવારે સવારે મતદાન શરૂ થશે પણ આ મતદાન પણ એક દિવસમાં નહીં પતે. 8 નવેમ્બરે ઘણાં રાજ્યોમાં મતદાન પતી જશે પણ કેટલાંક રાજ્યોમાં 9 નવેમ્બરે પણ મતદાન ચાલુ રહેશે. અમેરિકામાં રાજ્યો વચ્ચે અંતર બહુ છે તેના કારણે સમયમાં ફરક મોટો છે તેથી આ સ્થિતી સર્જાશે.

3

સત્તાવાર રીતે અમેરિકાના ઉપપ્રમુખ 6 જાન્યુઆરી, 2017ના રોજ પરિણામ જાહેર કરશે. અમેરિકામાં પ્રમુખપદના વિજેતા ઈલેક્ટોરલ કોલેજના મતોના આધારે નક્કી થતા હોય છે. આ પ્રક્રિયા અત્યંત અટપટી છે તેથી 2 જાન્યુઆરી સુધીમાં બધા મતો ગણાય નહીં એવું પણ બને. અલબત્ત 6 જાન્યુઆરીએ વિજેતા જાહેર કરવા જ પડે.

4

મોટા ભાગનાં લોકો માને છે કે મંગળવારે જ આ ચૂંટણીનું પરિણામ જાહેર થઈ જશે અને કોણ જીત્યું છે તેની જાહેરાત થઈ જશે. આ માન્યતા ખોટી છે. વાસ્તવમાં અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીની પ્રક્રિયા અત્યંત અટપટી છે તેના કારણે મતગણતરી પૂરી થતાં દિવસો લાગશે અને છેક 2 જાન્યુઆરી, 2017ના રોજ વિજેતાની ખબર પડશે.

5

નવી દિલ્હીઃ અમેરિકામાં આવતી કાલે એટલે કે 8 નવેમ્બરે પ્રમુખપદની ચૂંટણી છે. હિલેરી ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પમાંથી કોણ અમેરિકાના પ્રમુખ બનશે તે નક્કી કરવા લગભગ 12 કરોડ અમેરિકનો મંગળવારે મતદાન કરશે. આખા વિશ્વની નજર આ ચૂંટણી પર છે પણ મોટા ભાગનાં લોકોને પરિણામ ક્યારે જાહેર થશે તેની ખબર જ નથી.

  • હોમ
  • દુનિયા
  • આવતી કાલે અમેરિકામાં પ્રમુખ ચૂંટવા મતદાન પણ રીઝલ્ટ ક્યારે આવશે તે જાણીને ચોંકી જશો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.