લાઈવ રિપોર્ટિંગ દરમિયાન મહિલા રિપોર્ટરને એક યુવકે કરી Kiss પછી શું થયું, જાણો વિગત
મહિલા રિપોર્ટરે આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું હતું, સમ્માન! અમે આ રીતનાં ખરાબ વ્યવહાર માટે હકદાર નથી. અમારું કામ પણ મહત્વનું છે. હું ફૂટબોલની ખુશીને શેર કરું છું, પરંતુ શોષણ અને પ્રેમ વચ્ચેનાં ફરકને ઓળખવો જરૂરી છે. જૂલિયથ કોલંબિયાથી છે અને બર્લિનમાં રહે છે.
આ વ્યક્તિની આવી હરકતથી રિપોર્ટર ડરી ગઈ હતી પરંતુ તેણે રિપોર્ટિંગ ચાલુ જ રાખ્યું હતું અને રિપોર્ટિંગ પૂર્ણ કર્યાં બાદ તેણે આ ઘટનાને લઈને સખત શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી.
એક જર્મન ટીવી માટે મેચનું રિપોર્ટિંગ કરી રહેલી મહિલા રિપોર્ટર જૂલિએથ ગોંજાલેજ થેરનને લાઈવ રિપોર્ટિંગ દરમિયાન એક વ્યક્તિએ કિસ કરી દીધી હતી અને ત્યાંથી તરત જ ભાગી ગયો હતો.
રશિયામાં રમાઈ રહેલા ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ દરમિયાન એક ગજબની ઘટના સામે આવી હતી. આ ઘટનાનો વીડિયો હાલ ખુબ જ વાઈરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે ફિફા વર્લ્ડ કપનું રિપોર્ટિંગ દરમિયાન એક મહિલા સાથે ખરાબ વ્યવહાર થયો હતો.