દુનિયાની પ્રથમ સ્માર્ટ ટ્રેન, જે પાટા પર નહીં રોડ પર દોડશે, જાણો શું છે ખાસિયત
નવી દિલ્લી: ચીનની બુલેટ ટ્રેન ખૂબ પ્રખ્યાત છે અને સૌથી ઝડપી ટ્રેન દોડાવવામાં પણ મોખરે છે. હવે ચીને એવી ટ્રેન બનાવી છે જે પાટા વગર ચાલે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે. હંમેશા નવુ કરનાર ચીને હવે વર્ચુઅલ ટ્રેક પર દોડનારી ટ્રેન બનાવી છે. ચીન આ ટ્રેનને લઈને ખૂબ ઉત્સાહિત પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સ્માર્ટ ટ્રેન સૌપ્રથમ લગભગ 40 લાખ આબાદીવાળા ઝુજો પ્રાંતમાં ચલાવવામાં આવી રહી છે. જો કે, બાદમા અન્ય શહરોમાં પણ આ રેલ સેવા શરૂ કરી શકે છે.
આ ટ્રેન બસ કરતા વધુ મુસાફરોને લઈ જઈ શકે છે. ટ્રેનમાં ત્રણ ડબ્બા છે. આ ટ્રેન ચલાવવા માટે રસ્તાની અંદર સેંસર ફિટ કરવામાં આવે છે.
આ ટ્રેનની ખાસ વિશેષતા એ છે કે ટ્રેનમાં એકસાથે 300 યાત્રીઓ મુસાફરી કરી શકે છે. આ ટ્રેન 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝપડે દોડે છે. આ ટ્રેનને બસ અને ટ્રામની જેમ બનાવવામાં આવી છે.
જણાવી દઈએ કે, ચીન પ્રદુષણથી ખૂબ હેરાન થઈ રહ્યું છે ત્યારે એવામાં આ મેટ્રો તેમના માટે ફાયદાકારક ગણાવી શકાય. ચીન રેલ કોર્પોરેશને વર્ષ 2013માં આ પ્રકારની ટ્રેનની ડિઝાઈન બનાવવાની શરૂઆત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -