અમેરિકાએ વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ કર્યું લોન્ચ, પ્રથમવાર સ્પેસમાં મોકલવામાં આવી કાર
કોઇ ખાનગી કંપનીએ સરકારી મદદ વગર આટલું મોટું રોકેટ બનાવ્યું હોય તેવું પ્રથમ વખત બન્યું છે. જો પ્રયોગ સફળ રહેશે તો આગામી સમયમાં સ્પેસએક્સ એરફોર્સના સેટેલાઇટને અંતરિક્ષ સુધી પહોંચાડવામાં મદદ કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોકેટમાં 27 મર્લિન એન્જિન લાગેલા છે અને તેની લંબાઇ 230 ફૂટ છે. આ રોકેટની ઊંચાઈ 23 માળની ઇમારત જેટલી છે.
સ્પેસ સેન્ટર પરથી લોન્ચ થયેલા આ રોકેટને દૂરથી હજારો લોકોએ જોયું હતું. ફાલ્કન હેવી રોકેટની સાથે એલન મસ્કની સ્પોર્ટ્સ કારને પણ મોકલવામાં આવી છે. આ જ સ્પેસ સેન્ટર પરથી સૌથી પહેલા મૂન મિશનની શરૂઆત થઈ હતી.
આ રોકેટ સેટરન 5 બાદ સૌથી વધારે લોડ લઇ જનારું રોકેટ છે. આ ઘટનાને અનેક લોકોએ મોબાઇલ કેમેરામાં કંડારી હતી.
ફ્લોરિડાઃ અમેરિકાએ આજે વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ કર્યું છે. અમેરિકાની કંપની સ્પેસએક્સ દ્વારા ફાલ્કન હેવી નામના રોકેટને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટનું વજન બે સ્પેસ શટલના વજન બરાબર છે. ભારતીય સમય મુજબ બુધવારે રાતે 2 કલાકે 25 મિનિટ પર લોન્ચ કરવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -