ટ્રમ્પથી 24 વર્ષ નાની છે તેમની ત્રીજી વાઇફ મેલેનિયા, કરાવી ચૂકી છે હોટ ફોટોશૂટ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડોનાલ્ડ ટ્રમ્પ કરતા મેનેલિયા 24 વર્ષ નાની છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન અગાઉ મેલેનિયા નોસ તરીકે જાણીતી હતી.
વોશિંગ્ટનઃ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના નેતા ડોનાલ્ડ ટ્રમ્પ વિજયી બન્યા છે. ટ્રમ્પને 276 મત મળી ચૂક્યા છે. જોકે, આ નિર્ણયને ટ્રમ્પનો વિજય માનવામાં આવતો નથી. હજુ વિજયી બનેલા ઇલેક્ટોરલ કોલેજ ડિસેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ ચૂંટવા માટે વોટિંગ કરશે. જેને અંતિમ નિર્ણય માનવામાં આવે છે. આ ચૂંટણી અભિયાનમાં ટ્રમ્પની સાથે તેની પત્ની મેલેનિયા ટ્રમ્પ પણ ખૂબ ચર્ચામાં રહી હતી.
મેલેનિયાએ ઇન સ્ટાઇલ, ન્યૂયોર્ક મેગેઝીન, અલ્યૂર, જીક્યું સહિતના અનેક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે.
1998માં ફેશન વીકની પાર્ટીમાં બંન્નેની મુલાકાત થઇ હતી અને બાદમાં બંન્નેએ લગ્ન કરી લીધા.
90ના દાયકામાં મોડલિંગ દરમિયાન મેલેનિયાનાની મુલાકાત ટ્રમ્પ સાથે થઇ હતી.
વર્ષ 2005માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન અગાઉ મેલેનિયા નોસ તરીકે ઓળખાતી હતી. તે એક મોડલ છે. મેલેનિયાનો જન્મ યુરોપના સ્લોવેનિયામાં થયો હતો.
ટ્રમ્પના વિરોધીઓએ ટ્રમ્પની છબિને મહિલાઓની વિરોધી ગણાવી હતી. ચૂંટણી અભિયાન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલેનિયા ટ્રમ્પની ન્યૂડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોબાળો મચી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -