પાકિસ્તાને 7 વર્ષની બાળકીના બળાત્કારીને ફાંસીએ લટકાવી દીધો
બાળકી પર બળાત્કારની ઘટના બાદ આખા પાકિસ્તાનમાં દેખાવો થયા હતા. લોકોએ 23 વર્ષના અલીને કડકમાં કડક સજાની ગણી કરી હતી. એટલું જ નહીં બાળકીની હત્યા બાદ કસુર શહેરમાં તોફાનો પણ થયા હતા. ગયા અઠવાડિયે એન્ટી-ટેરરિસ્ટ કોર્ટે જાહેરાત કરી હતી કે અલીને 17મી ઓક્ટોબરના રોજ લાહોરની સેન્ટ્રોલ જેલમાં ફાંસીની સજા આપવામાં આવશે. અલી અલગ અલગ નવ જેટલા રેપ અને બળાત્કારના કેસનો આરોપી હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે બાળકીના પિતાની દોષિતને જાહેરમાં ફાંસીની આપવાની અરજી મંગળવારે કોર્ટે ફગાવી દીધી હતી. બાદમાં દોષિતને જેલમાં ફાંસીની સજા આપવામાં આવી હતી. અલીને કોર્ટના મેજિસ્ટ્રેટ આદિલ સર્વર અને બાળકીના પિતાની હાજરીમાં ફાંસી આપવામાં આવી હતી. ધ ડોનના જણાવ્યા પ્રમાણે જેલ ખાતે બાળકીના કાકા પણ હાજર હતા.
નવી દિલ્હીઃ પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વને હચમચાવનાર જૈનબ હળાત્કર કેસમાં આખરે દોષીને સજા મળી છે. સાત વર્ષની બાળકી જૈનબ સાથે બળાત્કાર કરી તેનું મર્ડર કરનાર શખ્સ ઇમરાન અલી (24 વર્ષ)ને ફાંસી આપવામાં આવી છે. આ મામલે પાકિસ્તાને માત્ર 9 મહિનામાં કડક કાર્રવાઈ કરી છે. અલીને લાહોરની કોટ લખપત જેલમાં બુધવારે 5-30 કલાકે ફાંસી આપવામાં આવી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -