Surat : સુરત જિલ્લાના માંગરોળ (Mangrol) તાલુકા વાંકલ ગામ ( Vankal village)ના એક ખેડૂતે સફળ પ્રાકૃતિક ખેતી ( natural farming) કરી રાસાયણિક ખેતી કરતા ખેડૂતો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક તરફ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના કારણે કેરી પકવતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે બીજી તરફ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના આંબા પર મબલખ પાક ઝૂલી રહ્યો છે ત્યારે ખેડૂતે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી છે.
રાસાયણિક ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી
ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની અસર સીધી કોઈ પણ પ્રકારની ખેતીને થઇ રહી છે. ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે કેરી પકવતા ખેડૂતોની હાલત કફોડી થઇ ગઈ છે. વાતાવરણની અસરને લઇ ચાલુ વર્ષે આંબા પર માંડ 30 ટકા પાક દેખાઈ રહ્યો છે, ત્યારે માંગરોળ તાલુકાના વાંકલ ગામના ખેડૂત રાજકુમાર પટેલે વાતાવરણથી વિપરીત પ્રાકૃતિક સફળ ખેતી કરીને અન્ય ખેડૂતો માટે એક દાખલો પૂરો પડ્યો છે.
રાજકુમાર પટેલ 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે
ખેડૂત રાજકુમાર પટેલે પોતાની 18 વીંઘા જમીનમાં 800 જેટલા આંબાના વૃક્ષોથી કેરીની ખેતી કરે છે. રાજકુમાર પટેલ સુભાષ પાલેકર ગૌ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ (subhash palekar natural farming) થી છેલ્લા 4 વર્ષથી ખેતી કરી રહ્યા છે અને સફળ પણ થયા છે. સુભાષ પાલેકર ગૌ પ્રકૃતિક કૃષિ પદ્ધતિનો ઉપયોગ કરી ખેતી કરતા રાજકુમાર પટેલને રાસાયણિક ખેતી કરતા ખેડૂતોથી મોટો લાભ થયો છે.
રાસાયણિક કેહતી કરતા ખડૂતો માટે મોટું ઉદાહરણ
રાસાયણિક ખાતર નાખીને ખેતી કરતા આંબા વાડીનાના માલિકોની હાલત હાલ કફોડી બની છે, કારણે કે ગલોબલ વોર્મિંગની સીધી અસર હવે ખેતી પર દેખાઈ રહી છે. રાસાયણિક ખાતર નાખીને ખેતી કરતા ખેડૂતોના આંબા પર ચાલુ વર્ષે 30 ટકા પણ પાક નથી દેખાઈ રહ્યો, ત્યારે આંબા વાડી ઉચ્ચક રાખતા વ્યાપારીઓ પણ રાજકુમાર પટેલની પ્રાકૃતિક ખેતીને જોઇને અચંભિત થઇ રહ્યા છે.
13 વર્ષ અને 4 વર્ષની ખેતીમાં મોટો તફાવત દેખાયો
વાંકલ ગામના ખેડૂત રાજકુમાર પટેલ છેલ્લા 15 વર્ષથી આંબા વાડી કરીને કેરીની ખેતી કરી રહ્યા છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી રાજકુમાર પટેલે સુભાષ પાલેકર ગૌ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીને ખેતી કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષ દરમિયાનની ખેતી અને છેલ્લા 4 વર્ષની ખેતીમાં આસમાન જમીનનો ફર્ક દેખાઈ રહ્યો છે.
રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને વડાપ્રધાન મોદી પણ રાજ્ય અને દેશના ખેડૂતોને સતત હાંકલ કરી રહ્યાં છે કે ખેડૂતો રાસાયણિક ખેતી બંધ કરી પ્રાકૃતિક ખેતી અપનાવે અને સારો એવો લાભ મેળવી સાથે ધરતીમાતાને પણ બચાવે. ત્યારે રાજકુમાર પટેલની પ્રાકૃતિક ખેતીથી અન્ય ખેડૂતો પ્રેરણા લે તે જરૂરી બની ગયું છે.