PM Kisan Scheme: દેશમાં કરોડો ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરવા માટે કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ ચલાવે છે. જેમાંથી એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. જે અંતર્ગત ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ત્રણ હપ્તામાં ચાર-ચાર મહિનાના અંતરે ટ્રાન્સફર કરવામાં આવે છે.


અત્યાર સુધીમાં મોદી સરકારે ખેડૂતોને આ યોજના અંતર્ગત 10 હપ્તા આપી ચુકી છે અને 11મા હપ્તાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પીએમ કિસાન યોજનાનો 11મો હપ્તો 31 મેના રોજ ટ્રાન્સફર કરવામાં આવી શકે છે.


બે હજાર રૂપિયા માટે પહેલા કરો આ કામ


જે ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માંગે છે તેમણે ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. સરકારે સત્તાવાર વેબસાઇટ પર આપેલી સૂચના મુજબ 31 મે પહેલા ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. જે ખેડૂતો ઈ-કેવાયસી નહીં કરાવે તેમને બે હજાર રૂપિયા ટ્રાન્સફર નહીં કરવામાં આવે. ઈ કેવાયસી બે રીતે કરાવી શકાય છે. પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પર જઈને અને બીજુ સીએસસી સેન્ટર પર જઈને.


આ સ્ટેપ્સથી કરો ઈ-કેવાયસી



  • સૌથી પહેલા પીએમ કિસાન યોજનાની વેબસાઇટ pmkisan.gov.in પર જાવ.

  • અહીંયા તમને ફાર્મર કોર્નર દેખાશે. જ્યાં ઈ-કેવાયસી ટેબ પર ક્લિક કરો.

  • હવે એક નવું પેજ ખુલશે. જ્યાં આધાર નંબર નાંખો અને સર્ચ ટેબ પર ક્લિક કરો.

  • જે બાદ તમારા રજિસ્ટર્જ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે.

  • ઓટીપી સબમિટ કરો.

  • આ પછી ફરી એક ઓટીપી આવશે અને તમારું કેવાયસી સફળતાપૂર્વક થયું છે તેવો મેસેજ જોવા મળશે.

  • જો આ મેસેજ ન જોવા મળે તો તમારું કેવાયસી થયું નથી તેમ સમજો.


આ પણ વાંચો......... 


જાણો કોણ છે સાંસદ ચંદ્ર આર્ય, જેમણે કેનેડાની સંસદમાં આપ્યું કન્નડમાં ભાષણ


Monkeypox Scare: મંકીપોક્સ અંગે આરોગ્ય મંત્રાલય સતર્ક, અધિકારીઓને કડક તકેદારી રાખવા, ચેપગ્રસ્ત દર્દીઓને અલગ રાખવા સૂચના આપી


Bollywood Vs South પર અક્ષય કુમારે કહ્યુ- દેશમાં ભાગલા પાડવાનું બંધ કરો


Omicron Subvariant BA.4 Case: હૈદરાબાદમાં મળ્યો ભારતનો પહેલો ઓમિક્રૉન બીએ.4 કેસ, જાણો કેટલો છે ખતરનાક