Kesar Mango Price: કેરી રસિકો માટે ખુશીના સમાચાર ગીરથી મળી રહ્યા છે. કેરી રસિકો જેની રાહ જોઈ રહ્યા હતા તે કેસર કેરી હવે માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી રહી છે. તાલાલા ગીરમાં ખેડૂતોએ કેસર કેરી લણવાની શરૂઆત કરીને રાજ્યભરમાં કેસર કેરીનું વેચાણ શરૂ કર્યું છે. ખેડૂતો રાજ્ય ના અલગ અલગ વિસ્તારો મા કેસર કેરીના બોક્સ મોકલી રહ્યા છે. ખેડૂતોના મતે હાલ 10 કિલોના કેસર કેરીના બોક્સના 1000 થી 1200 રૂપિયામળી રહ્યા છે. ખેડૂતોના મતે હાલ કેરીના માર્કેટમાં ભાવ સારા મળી રહ્યા છે.

તાલાલા વિસ્તારના ખેડૂતોના કહેવા મુજબ આ વર્ષે કેરીનો પાક ત્રણ તબબકામા છે. મતલબ કે ફલાવરિંગ ત્રણ વખત થયું છે, પ્રથમ વખત જે ફલાવરિંગ થયુ તે કેરી તૈયાર થઈ ચૂકી છે જે હાલ વેચાણમાં આવી છે. આ વર્ષે કેરીની સિઝન લાંબો સમય ચાલશે, કારણ કે તબબકા વાઇઝ ફલાવરિંગ થયું હતું. એમ તબબકા વાર તેને લણવામાં આવશે.  હાલ તો ભાવ સારા છે પણ જો વરસાદ ન પડે તો આ વર્ષે કેરી રસિકો માટે પુષ્કળ કેરી આવશે. જોકે અનેક વિસ્તારોના બગીચાઓમાં કેરીનું પ્રમાણ ઓછું છે, એટલું જ નહીં કમોસમી વરસાદના મારના કારણે અનેક બગીચાઓની કેરી ખરી પડી છે.




 
હાલ ખેડૂતો રાજ્યના અલગ અલગ યાર્ડમાં કેરી મોકલી વહેંચાણ કરી રહ્યા છે. જો કે તાલાલા મેંગો માર્કેટમાં કેરીની હરાજી 18 એપ્રિલ થશે. ખેડૂતોનું કહેવું છે કે એ સમય બાદ કેરીની મબલખ આવક થશે અને તેના કારણે ભાવ નીચા જવાની આશંકા છે.


ગુણોની ખાણ છે કાચી કેરી


ગરમીમાં કાચી અને પાકી કેરીની ભૂરપૂર આવક થાય છે. બંને કેરી ખાવાના અલગ-અલગ ફાયદા છે. કાચી કેરીનું તાજુ અથાણુ, કચુંબર કે, પન્ના દરેક વસ્તુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ગરમીમાં કાચી કેરીનો ઉપયોગ માત્ર ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે નહી પરંતુ સ્વસ્થ રહેવા માટે પણ કરવામાં આવે છે. કાચી કેરીના સેવનથી રક્ત વિકારથી થતી બિમારીના જોખમથી બચી શકાય છે. જો આપને એસિડીટિ, ગેસ અને અપચાની સમસ્યા છે તો કાચી કેરીનું સેવન આપના માટે ફાયદાકારક છે. તે કબજિયાત અને પેટના દરેક વિકારને હરવામાં સક્ષમ છે. કાચી કેરી ન માત્ર વાળના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે પરંતુ તે કાળા ઘેરા વાળની સાથે સ્કિનને ગ્લોઇંગ કરવામાં પણ કારગર છે. તેના સેવનથી ત્વચા પર કસાવ બની રહે છે. ઉલ્ટી, ઉબકા, ગભરામણની સમસ્યામાં કાચી કેરીને મરી પાવડર સાથે ખાવાથી રાહત મળે છે. વોમિટિગ ફિલિંગ જેવી સ્થિતિમાં કાચી કેરીનું મરી સાથે સેવન કરવાથી થોડા સમયમાં જ રાહત મળે છે. શુગરની સમસ્યા થતાં તેનો પ્રયોગ શુગર લેવલ કન્ટ્રોલ કરવામાં બેહદ સહાયક છે. તેનો પ્રયોગ કરીને આપ શરીરમાં આયરનની પૂર્તિ સરળતાથી કરી શકો છો. કાચી કેરી વિટામિન સીનો પણ સારો સ્ત્રોત છે. જે આપની ઇમ્યુનિટી બૂસ્ટ કરવાની સાથે આપના સૌદર્યનો પણ ખ્યાલ રાખે છે. કાચી કેરીનું સેવન આંખોની રોશની વધારવા માટે પણ ઉપકારક છે. જો આપને લૂ લાગી હોય કે લૂથી બચવું હોય તો પણ કાચી કેરીનું સેવન હિતકારી છે. જો આપને અત્યાધિક પરસેવો થતો હોય તો પણ કાચી કેરીનું સેવન ઉપકારક છે.