Agriculture News: વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે કેરી પકવતા ખેડૂતો મુશ્કેલી મુકાયા છે. તિથલ અને હાલાર વિસ્તારમાં વીજળીના કડાકા સાથે મધ્યરાત્રીએ વરસાદ પડ્યો હતો. જેને લઇને ખૂબ સારો કેરીનો પાક આ વખતે મળશે એવી આશા સાથે ખેડૂતોને મુશ્કેલી વધી છે, કારણ કે વરસાદને કારણે ઘણા ફંગસ ડીસીઝ થવાની શક્યતા છે.તો બીજી તરફ મોટી કેરીમાં ઈયળ પડવાની શક્યતા વધી જતી હોય છે. વલસાડના ખેડૂતો હાલ સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે વરસાદને લઈને થતી નુકસાનીનો સર્વે કરવામાં આવે.


વલસાડ જિલ્લામાં  ખૂબ સારો કેરીનો પાક આ વખતે મળશે એવી આશા સાથેના ખેડૂતોને ટેન્શન વધ્યું છે કારણ આ કમોસમી વરસાદને કારણે જે બીજા ફાલની કેરી જેના થકી મબલખ પાક મળે તેવી શક્યતા હતી તેને નુકસાન થઈ રહ્યું છે. વલસાડના ખેડૂતો હાલ સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે વરસાદને લઈને થતી નુકસાની નો સર્વે કરવામાં આવે અને સાથે કેવા પ્રકારની દવાથી વરસાદને લઈને થતા ઉપદ્ર ઉપર નિયંત્રણ મેળવી શકાય તે બાબતે અધ્યયન પણ થવું જોઈએ.




દેશના કેટલાક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ તોફાનને લઇને ચેતવણી


 દેશના ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 માર્ચ સુધી મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને તોફાનને લઇને એલર્ટ જાહેર કરાયું છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં વરસાદ પડવાની સંભાવના છે. આકાશ વાદળછાયું રહેશે. અહીં 16 માર્ચે મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી રહી શકે છે.


16 થી 20 માર્ચ દરમિયાન પૂર્વી ભારત, ઉત્તરપશ્ચિમ ભારત સહિત પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વ્યાપક વરસાદી ઝાપટા સહિત હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ, વાવાઝોડા અને કરા પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે રાજ્યોમાં આગામી 10 દિવસમાં મધ્ય, ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં વધુ વરસાદ અને કરા પડી શકે છે. તેનાથી ઉત્પાદન ઘટી શકે છે અને ફુગાવો વધી શકે છે.


આ રાજ્યોમાં આજે વરસાદની શક્યતા


હવામાન વિભાગે 16 થી 19 માર્ચ 2023 દરમિયાન વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદ માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પંજાબ, હરિયાણા, દિલ્હી એનસીઆર અને હિમાલયન ક્ષેત્ર સહિતના ઘણા વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


પહાડી રાજ્યોમાં વરસાદ સાથે જોરદાર પવન


આ સિવાય તેલંગણા, છત્તીસગઢ, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં 16 થી 19 માર્ચ વચ્ચે વરસાદ થવાની સંભાવના છે. પહાડી રાજ્યોની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. આ સિવાય પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 17 થી 19 માર્ચ દરમિયાન વરસાદ, તોફાન અને વીજળી પડવાની ઘટનાઓ બની શકે છે.