Aloe Vera Farming: એલોવેરા (કુંવારપાઠું)ની માંગ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારમાં બારેમાસ રહે છે. તેનું કારણ તેનો ઉપયોગ છે. સારવારથી લઈ કોસ્મેટિક પ્રોડક્ટમાં તેનો ઉપયોગ થાય છે. આ સ્થિતિમાં લોકો તેની ખેતી કરીને સારો નફો કમાઈ શકે છે. સારી વાત એ છે કે એલોવેરાની ખેતી માટે માત્ર એક વખત રોકાણ કરવું પડે છે અને તે પાંચ વર્ષ સુધી લાભ આપે છે.
એક વખત છોડ ઉગાડ્યા બાદ તેમાંથી નીકળનારા બેબી પ્લાન્ટને બીજી જગ્યાએ ઉગાડી શકાય છે અને આ રીતે તમારા છોડની સંખ્યા વધતી જાય છે. એક એલોવેરાનો છોડ 3 થી 4 મહિનામાં બેબી પ્લાન્ટ આપે છે. કોસ્મેટિક પ્રોડક્ટ કે આયુર્વેદ દવા બનાવવામાં તેની ભારે માંગ રહે છે. આ સ્થિતિમાં આયુર્વેદ દવા બનાવતી કંપનીને તેમે એલોવેરાના પાન વેચી શકો છો.
એલોવેરાની અનેક જાત છે પરંતુ ઈંડિગો સૌથી જાણીતી છે અને લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. પરંતુ એલોવેરાની બાર્બાડેન્સીસ ઘણી લોકપ્રિય છે. ખેડૂતો આ જાત લગાવવાનું વધારે પસંદ કરે છે, કારણકે તેમાં મોટા પાન હોય છે અને તેમાંથી વધારે જેલ નીકળે છે.
એક વીઘામાં કેટલા છોડ ઉગાડી શકાય
જો એક એકરમાં એલોવેરાની ખેતી કરવામાં આવે તો આશરે 20 હજાર કિલોગ્રામ એલોવેરાનું ઉત્પાદન થાય છે. એલોવેરાના તાજા પાન વેચવા પર તેનો ભાવ 5 થી 6 રૂપિયા પ્રતિ કિલો મળે છે. એક વીઘામાં ખેડૂત 12 હજાર છોડ ઉગાડી શકે છે. એક વીઘામાં ખેતી માટે આશરે 40 હજાર ખર્ચ થશે.
40 હજારના રોકાણ પર સવા બે લાખ નફો
એલોવેરાનો એક છોડ ત્રણ થી સાડા ત્રણ કિલો પાન આપે છે અને તેના એક પાનની કિંમત 5 થી 6 રૂપિયા હોય છે. જ્યારે સરેરાશ એક છોડાના પત્તા 18 રૂપિયા સુધી વેચાય છે. આ સ્થિતિમાં ખેડૂત 40 હજાર રૂપિયાનું રોકાણ કરીને સવા બે લાખ સુધીની કમાણી કરી શકે છે. એટલેકે પાંચ ગણો નફો કમાઈ શકો છો.
વાવણી ક્યારે કરશો
એલોવેરાની ખેતી માટે વાવાણી ફેબ્રુઆરીથી ઓક્ટોબર-નવેમ્બર સુધી કરી શકાય છે. શિયાળામાં વાવણી નથી કરવામાં આવતી. બે છોડ વચ્ચે બે ફૂટનું અંતર હોવું જરૂરી છે. છોડ રોપ્યા બાદ ખેડૂત વર્ષમાં બે વખત તેની કાપણી કરી શકે છે અને નફો કમાઈ શકે છે.