Bee Farming: ભારતના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા થોડા વર્ષોથી ખેડૂતો પારંપરિક ખેતીના બદલે નવા પ્રકારની ખેતી કરી રહ્યા છે. મધમાખી ઉછેર બિઝનેસ દ્વારા અનેક લોકો સારી કમાણી કરી રહ્યા છે. સરકાર તરફથી આ દિશમાં ખેડૂતોને લાભ પહોંચાડવા અનેક યોજના ચલાવવામાં આવી રહી છે.
મધમાખી પાલનને પ્રોત્સાહન આપવા આત્મનિર્ભર ભારત પેકેજમાં કેન્દ્રીય નાણામંત્રીએ 500 કરોડની જોગવાઈ કરી હતી. આ ઉપરાંત ગુજરાત સહિત અનેક રાજ્યો પણ આ બિઝનેસમાં સબ્સિડી આપી રહ્યા છે. ખેડૂતો માટે આ બિઝનેસ ફાયદાનો સોદો છે, કારણકે આ માટે વધારે ખર્ચ થતો નથી. જો તમે 10 પેટીથી મધમાખી પાલનની શરૂઆત કરતા હો તો 35 થી 40 હજાર રૂપિયા વચ્ચે ખર્ચ આવે છે. આ ઉપરાંત દર વર્ષે મધમાખીની સંખ્યા વધતી જાય છે અને તેની સાથે નફો પણ વધતો જાય છે.
મધમાખી પાલન માટે એક કાર્બનિક મોમ (ડબ્બા)ની જરૂર હોય છે. તેમાં 50 થી 60 હજાર મધમાખીઓ એક સાથે રાખવામાં આવે છે. જેમાંથી એક ક્વિંટલ મધનું ઉત્પાદન થાય છે. કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા પાક ઉત્પાદકતામાં સુધારા માટે મધમાખી પાલનનો વિકાસ નામની એક યોજના ચલાવવામાં આવે છે. આ યોજનામાં પ્રોડક્ટિવિટી વધારવી, શિક્ષણ વધારવું અને જાગૃતિ ફેલાવવી છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય મધમાખી બોર્ડ નાબાર્ડ સાથે ટાઈઅપ કર્યુ છે. બંને મળીને ભારતમાં મધમાખી પાલન બિઝનેસ માટે ફાયનાન્સિંગ સ્કીમ શરૂ કરી છે. જેનાથી આ ક્ષેત્રમાં રસ રાખતા ખેડૂતોને લાભ થાય છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ મધમાખી પાલન પર 80 ટકા સુધી સબ્સિડી આપે છે.
ભારતમાં મધની માંગ સૌથી વધારે રહે છે. ઉપરાંત વિદેશમાં પણ મોટી માત્રામાં નિકાસ થાય છે. તેમાંથી અનેક પ્રકારની દવા અને પ્રોડક્ટ્સ બને છે. બજારમાં મધની સરેરાશ કિંમત 400 થી 700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી છે. જો તમે પ્રતિ બોક્, 1000 કિલોગ્રામ મધ બનાવો તો તમે મહિને 5 લાખ રૂપિયા સુધીનો ચોખ્ખો નફો હાંસલ કરી શકો છો.