Coconut Farming: નાળિયેર એક એવું ફળ છે જેનો ઉપયોગ ધાર્મિક કાર્યોથી લઈ બીમારી સુધી દરેક જગ્યાએ થાય છે. તેની ખેતીથી ઓછી મહેનત અને ઓછા ખર્ચે અનેક વર્ષો સુધી કમાણી કરી શકાય છે. નાળિયેરનું વૃક્ષ 80 વર્ષ સુધી હર્યુ ભર્યુ  રહી શકે છે, આ સ્થિતિમાં ખેડૂત જો એક વખત નાળિયેરનું વૃક્ષ ઉગાડે તો લાંબા સમય સુધી કમાણી થતી રહેશે.


ગુજરાત સહિત દેશના 21 રાજ્યોમાં થાય છે ખેતી


નાળિયેરના ઉત્પાદનમાં ભારત નંબર 1 છે. ગુજરાત સહિત દેશના 21 રાજ્યોમાં નાળિયેરની ખેતી થાય છે. ઉત્તરથી લઈ દક્ષિણ અને પૂર્વથી લઈ પશ્ચિમ સુધી સમગ્ર ભારતમાં નાળિયેર વેચાય છે. આ ખેતી ઓછા ખર્ચે કરી શકાય છે. તેમાં વધારે ખર્ચો લાગતો નથી અને વર્ષો સુધી લાખો રૂપિયાની કમાણી કરી શકાય છે. નાળિયેરની ખેતીમાં બારેમાસ પાક લઈ શકાય તે માટે અલગ અલગ ઋતુમાં ફળ આપતાં છોડની પસંદગી કરવી પડશે.


નાળિયેરની અનેક એવી જાત છે જેના વૃક્ષ સમગ્ર વર્ષ દરમિયાન ફળ આપે છે. આ વૃક્ષની નીચે ફળ પાકતા રહે છે અને છોડમાં નાના-નાના નવા ફળ આવતા રહે છે. આ કારણે નાળિયેર તોડવા અને વેચવાનું કામ આખું વરસ ચાલતું રહે છે. તેની ખેતીમાં જંતુનાશક અને મોંઘા ખાતરની જરૂર નથી રહેતી. જોકે એરિયોફાઈડ અને સફેદ કીડા નાળિયેરના છોડને નુકસાન પહોંચાડે છે તેથી ખેડૂતોએ તેનું ધ્યાન પણ રાખવું જોઈએ.


કેવી માટીમાં થાય છે આ ખેતી


નાળિયેરની ખેતી માટે દળદાર માટીની જરૂર પડે છે. કાળી અને પથરાળ જમીનમાં તેની ખેતી કરી શકાતી નથી. આ ખેતી માટે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. ફળ પાકવા માટે સામાન્ય તાપમાન અને ગરમ હવામાનની જરૂર હોય છે. તેની ખેતીમાં વધારે પાણીની પણ જરૂર પડતી નથી.


કેવી રીતે કરશો નાળિયેરની ખેતી


સામાન્ય રીતે 9 થી 12 મહિનાના રોપ ખેતી માટે લેવામાં આવે છે. સામાન્ય રીતે 6 થી 8 પત્તા હોય તેવા છોડ પસંદ કરવામાં આવે છે. નાળિયેરના છોડને 15 થી 20 ફૂટના અંતરે ઉગાડી શકાય છે. નાળિયેરના મૂળ પાસે પાણી ન ભરાય તેનું ધ્યાન રાખો. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન નાળિયેરના છોડ રોપી શકાય છે. ચોમાસામાં નાળિયેરના છોડ વાવવા લાભદાયી છે. છોડને યોગ્ય માત્રામાં પાણી આપવાથી પાક સારો થાય છે. વધારે પાણીનીથી નાળિયેરનો છોડ કરમાઈ શકે છે. ઉનાળામાં ત્રણ દિવસે અન શિયાળામાં સપ્તાહમાં એક વખત પાણી આપવું જોઈએ.


4 વર્ષમાં આપવા લાગે છે ફળ


શરૂઆતના ત્રણ થી ચાર વર્ષ નાળિયેરના છોડની દેખભાળની જરૂર પડે છે. જે બાદ તે ફળ આપવા લાગે છે. જ્યારે ફળનો રંગ લીલો થઈ જાય ત્યારે તોડવામાં આવે છે. આ ફળને પાકમાં 15 મહિનાથી વધારે સમય લાગે છે. લીલા નાળિયેરને વૃક્ષ પરથી તોડ્યા બાદ પકાવવામાં આવે છે.


આ પણ વાંચોઃ


બાજરીની નિકાસમાં ભારત વિશ્વમાં 5માં ક્રમે, અમરેલીના બાબરકોટનો બાજરો છે વિશ્વ વિખ્યાત